બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / cr patil has adopted 100 patient of tb in Surat

સરાહનીય / સુરતમાં TBના 100 દર્દીઓને CR પાટીલે દત્તક લીધા, કહ્યું- 8000 દર્દીઓને કરીએ TB મુક્ત

Khyati

Last Updated: 10:29 AM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ટી.બીના 100 દર્દીઓને દત્તક લીધા

  • TBના 100 દર્દીઓને સી.આર.પાટીલે દત્તક લીધા
  • પહેલા TBના દર્દી સાથે આભડછેટ રખાતી હતી: પાટીલ
  • સુરતમાં 8 હજાર દર્દીઓને TB મુક્ત કરીએ: પાટીલ


24 માર્ચે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતમાં તો તે અગાઉ જ ટીબી દિવસની ઉજવણી થઇ ગઇ.  સુરતમાં ટીબીના 200 દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં  ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર પાટીલે 100 ટીબીના દર્દીઓને દત્તક લીધા.


પહેલા TBના દર્દી સાથે આભડછેડ રખાતી હતી: પાટીલ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને સરકારની દરમહિને જે 500 રુપિયાની મદદ મળે છે તે સિવાયની કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોક્ટર અને દાતાઓના સહકારથી આજે સુરતના ટીબીના દર્દીઓને નવી કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર પાટીલે 100દર્દીઓને દત્તક લીધા હતા. અને જણાવ્યું કે પહેલા ટીબીના દર્દીઓ સાથે આભડછેટ રખાતી હતી. વધુમાં એમ પણ જણાવ્યું કે સુરતના 8 હજાર દર્દીઓને ટીબી મુક્ત કરીએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે દર્દીઓને નવી કીટ આપીને સરકારનો ટીબી નાબૂદીનો જે પ્રયાસ છે તેમાં સહાયભૂત થવાનો સફળ પ્રયત્ન કર્યો છે.


રાજ્યમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર બાદ ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો.  મળતી માહિતી અનુસાર કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસ આવતા હતા.  . ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ કેસ નોંધાયા હતા.  આ અંગે  રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્રના જોઈન્ટ ડાયરેક્ટર સતીશ મકવાણાના  જણાવ્યાનુસાર ટીબીને કારણે 10થી 15 ટકા દર્દીઓના માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે.  ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એ દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને એના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં ટીબીના કેસ

વર્ષ                  કેસ
2014            93074
2015            109828
2016             126665
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ