બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / cowin portal data leak crores of people personal details on telegram

ચોંકાવનારો રિપોર્ટ / શું કોરોના વેક્સિન લેનારા લોકોનો પર્સનલ ડેટા થયો લીક! જુઓ શું છે હકીકત

Manisha Jogi

Last Updated: 01:50 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેટા લીક કરવા બાબતે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર કોવિડ વેક્સીનેશનલ પોર્ટલ કોવિન પરથી આ જાણકારી લીક થઈ છે.

  • કોવિન પરથી આ જાણકારી લીક થઈ
  • મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લીક થઈ
  • ટેલિગ્રામ બોટ એક વારમાં જ તમામ ડિટેઈલ શેર કરી રહી છે

ડેટા લીક કરવા બાબતે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સોમવારે દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય નાગરિકોની અંગજ જાણકારી આધાર કાર્ડ અને પાસપોર્ટની ડિટેઈલ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લીક થઈ છે. પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર કોવિડ વેક્સીનેશનલ પોર્ટલ કોવિન પરથી આ જાણકારી લીક થઈ છે.

રિપોર્ટ અનુસાર ટેલિગ્રામ બોટ પર કોવિન પોર્ટલ પર રજિસ્ટર્ડ મોબાઈલનંબર એન્ટર કરવામાં આવતો હતો. જેન્ડર, જન્મતારીખ અને વેક્સીનેશન સેન્ટરનું નામ, વેક્સીન ડોઝ અને આઈડી કાર્ડના નંબરના ઉપયોગ કરવામાં આવે છે. આ ડેટા લીક થવાની સાથે ભારતીય નાગરિકોના આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અને પાસપોર્ટ નંબર પણ ટેલિગ્રામ પર ઉપલબ્ધ છે. વેક્સીન ડોઝ ઉપલબ્ધ થાય તો લોકો એક જ મોબાઈલ નંબર પરથી પરિવારના અન્ય સભ્યો માટે સ્લોટ બુક કરવામાં આવતો હતો. રિપોર્ટ અનુસાર એક જ મોબાઈલ નંબર પરથી અનેક લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ટેલિગ્રામ બોટ એક વારમાં જ તમામ ડિટેઈલ શેર કરી રહી છે. 

તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રવક્તા સાકેત ગોખલેએ પણ કોવિન ડેટા લીક થવાનો આરોપ લગાવ્યો છે. તેમણે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ડેટા લીક થવા બાબતે સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, પૂર્વ ગૃહ અને નાણાંમંત્રી પી.ચિદમ્બરમ સહિત અનેક રાજનેતાઓ અને જર્નાલિસ્ટનો ડેટા લીક થવાનો દાવો કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણનો ડેટા પણ લીક થયો છે. તેમનો નંબર એન્ટર કરવામાં આવતા આધાર નંબરના ચાર અક્ષર અને જન્મતારીખની સથે તેમના પત્ની ખંડૂરી ભૂષણની માહિતી સામે આવી હતી. કોવિન પોર્ટલમાં વન ટાઈમ પાસવર્ડની સુવિધા પણ આપવામાં આવી હતી. આ ડેટા ટેલિગ્રામ પર લીક કેવી રીતે થયો, તે બાબતે કોઈ માહિતી સામે આવી નથી.વર્ષ 2021માં રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતનું વેક્સીન રજિસ્ટ્રેશન પોર્ટલ કોવિન હેક કરવામાં આવ્યું છે અને 15 કરોડ લોકોનો ડેટા લીક થવા માટે તૈયાર છે. અનેક સાઈબર સિક્યોરિટી રિસર્ચર્સે તેની પાછળની વેબસાઈટને નકલી હોવાનું કહીને નકારી દીધી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ