બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Covid Guidelines for International Travelers released by central government

Omicron Effect / આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે સરકારે જાહેર કર્યા નવા નિયમ, હવે બોર્ડિંગ પહેલા જ કરવું પડશે આ કામ

Mayur

Last Updated: 12:12 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના નવા વેરિયન્ટ Omicron વેરિયન્ટે ચિંતા વધારી છે. કેન્દ્ર સરકાર હવે આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે એરપોર્ટ પર કેટલીક વ્યવસ્થાઓ કરવા માટે દિશા નિર્દેશ કરી રહી છે.

  • Omicron વેરિયન્ટે ચિંતા વધારી
  • આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે દિશા નિર્દેશ
  • 'એટ રિસ્ક' એવા દેશોથી આવતા યાત્રીઓ માટે અલગ હોલ્ડિંગ એરિયા

કોરોના વાયરસના નવા વેરિયન્ટ Omicron વેરિયન્ટે ચિંતા વધારી છે. કેન્દ્ર સરકાર હવે આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે દિશા નિર્દેશ કરી રહી છે. આ અંતર્ગત હવે યાત્રીઓએ એર સુવિધા પોર્ટલ પર જાતે જ જાણકારી આપવાની રહેશે. નવા દિશા નિર્દેશોમાં એટ રિસ્ક એટલે કે જોખમ ધરાવતા દેશોમાંથી આવતા યાત્રીઓએ રાહ જોઈને પોતાની અલગ વ્યવસ્થા તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોએ વિદેશથી આવતા યાત્રીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે. 

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલ અડવાઇઝરી અનુસાર, બોર્ડિંગ પહેલા જ એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોરમ ભરવું પડશે. આ પોર્ટલ પર છેલ્લા 14 દિવસોમાં ભારત આવેલા આંતરરાષ્ટ્રીય યાત્રીઓની જાણકારી હોય છે. નવા દિશા નિર્દેશો અનુસાર એવું પણ જણાવવામાં આવ્યું છે કે એરલાઇન્સને ફ્લાઇટની પાસે 5 યાત્રીઓની તપાસ માટે યોગ્ય પ્રક્રિયા અને વ્યવસ્થા કરવાની રહેશે. 

એડવાઇઝરીમાં એમ જણાવાયું છે કે દરેક એરપોર્ટ પર 'એટ રિસ્ક' એવા દેશોથી આવતા યાત્રીઓ માટે યોગ્ય સુવિધાઓ સાથે અલગ હોલ્ડિંગ એરિયા કે જ્યાં RTPCR તપાસ થઈ શકે અને તેની રાહ જોઈ શકાય તેવો એરિયા બનાવવામાં આવે. આ કરવાથી નક્કી થઈ શકે કે ભીડથી બચીને કોઈ નિકળી ન જાય. સરકારે આ અંગે એરપોર્ટ પર વધારે સુવિધાઓ તૈયાર રાખવા માટે પણ જણાવ્યું છે. જેથી વધારે સંખ્યામાં RTPCR પણ થઈ શકે 

એજન્સી સાથે વાત કરતા જીએમઆરના પ્રવક્તાએ કહ્યું, 'અમે નવી માર્ગદર્શિકાથી વાકેફ છીએ અને અમે નવી માર્ગદર્શિકા અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયસર જરૂરી વ્યવસ્થા સાથે તૈયાર રહીશું.' તેમણે કહ્યું, 'પહેલા અને બીજા વેવ  દરમિયાન પણ અમે આવી વ્યવસ્થા તૈયાર કરી હતી. ટર્મિનલની અંદર મુસાફરના રોકાણ દરમિયાન અમે COVID-19 ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ