બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Court rejects anticipatory bail in case of beating Dalit youth in Morbi

કાર્યવાહી / જેલભેગી થશે 'રાણીબા': મોરબીમાં દલિત યુવકને માર મારવાના કેસમાં કોર્ટે ફગાવ્યાં આગોતરા જામીન, હવે કરવું પડશે સરેન્ડર

Vishal Khamar

Last Updated: 06:20 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં દલિત યુવકને માર મારવા મામલે આરોપીઓ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે આરોપી રાણીબા સહિતનાં 5 આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

  • મોરબીમાં યુવકને માર મારવાનો મામલો
  • કોર્ટે આરોપીઓનાં આગોતરા જામીન અરજી ફગાવી
  • રાણીબા સહિત 5 આરોપીઓએ કરી હતી આગોતરા જામીન અરજી

મોરબીમાં યુવકને માર મારવા મામલે આરોપીઓ દ્વારા સ્પેશ્યલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી. કોર્ટ દ્વારા રાણીબા સહિત તમામ 5 આરોપીઓનાં આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેતા આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતાઓ છે. 

પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી
મોરબીમાં યુવાનને માર માર મારવા મામલે પોલીસ દ્વારા આરોપી વિભૂતિ પટેલ અને તેના ભાઈ સહિતની ગેંગને પકડવા પોલીસ દ્વારા રવાપર ચોકડી પર આવેલી ઓફીસ સહિતની જગ્યાઓએ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ડી.વાય.એસ.પી સહિતનાં અધિકારીઓની જુદી જુદી  3 ટીમો બનાવી આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Vibhuti Patel 'Raniba's close relationship with BJP Mahila Morcha President Deepika Sardwa

ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા ખાતે ગાઢ સબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું
મોરબીમાં પગારને લઈને યુવક નિલેશને માર મારવા મામલે રાણીબાનું મોરબી ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા ખાતે ગાઢ સબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમજ અનેક કાર્યક્રમમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક મેચ પર સાથે રહ્યાનાં ફોટા પણ વાયરલ થયા હતા. વિભૂતિ પટેલ પર નિલેશને માર મારવોનો આરોપ છે. 

શું હતો સમગ્ર મામલો
સોશિયલ મીડિયામાં રાણીબાના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે.  તેવી જાહેરાત જોઈ હતી. જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. અને ગત તા. 2 ઓક્ટોબર થી તા. 18 ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું. જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતો. અને જો કે, ઓફિસના કર્મચારીનો દર મહિનાની પાંચમી તારીખે પગાર કરવામાં આવે છે. જેથી કરીને તા. 6 નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફરિયાદીએ ફોન કર્યો હતો. ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી. અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા.ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બાંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદીને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ