બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / cough syrup has many side effects is can be dangerous for heart

જાણવાની જરુર / કફ સીરપથી પણ આવી શકે હાર્ટએટેક, નિષ્ણાંતોએ વાપરવાની સાચી રીત સમજાવી

Hiralal

Last Updated: 08:14 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સીરપથી બાળકોના મોતનો મામલો ચર્ચામાં છે ત્યારે હવે નિષ્ણાંતોએ તેના વાપરવાની સાચી રીત જણાવી છે.

  • ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સીરપથી બાળકોના મોતનો મામલો ચર્ચામાં
  • નિષ્ણાંતોએ આપી ચેતવણી ડોક્ટરની ભલામણ વગર ન લેતા કફ સીરપ
  • બાળકોને કફ સીરપ આપતી વખતે ધ્યાન રાખવાની જરુર
  • જણાવેલ માત્રાથી વધારે ન આપવી જોઈએ 

બજારમાં જાતજાતના કફ સીરપ મળી રહી છે અને તે દરેક અલગ અલગ કમ્પોઝિશનની બનેલા હોય છે. કેટલીક કફ સીરપ એવી હોય છે જેને વધારે પ્રમાણમાં લેવાથી હૃદયના ધબકારા વધી જાય છે. તેનાથી એરિથમિયા (અનિયમિત હૃદયના ધબકારા) અને હાર્ટ એટેક આવી શકે છે. હવે નિષ્ણાંતોએ કફ સીરપ આપવાની સાચી રીતે લોકોને જણાવી છે. 

પ્રિસ્ક્રિપ્શન વિના કફ સીરપ ન અપાય 
ફરીદાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના પેડિયાટ્રિક્સ એન્ડ નિયોનેટોલોજીના વરિષ્ઠ સલાહકાર અને એનઆઈસીયુના વડા ડો.સુમિત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, "ન તો કોઈ કફ સીરપ અથવા કોઈ એન્ટિ-બાયોટિક પ્રિસ્ક્રિપ્શન વિના આપવું જોઈએ. આપવામાં આવતી કફ સિરપની માત્રા બાળકની ઉંમર અને તેના વજન પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે બાળકને દિવસમાં એક વાર ઉધરસની દવા આપવાની સલાહ આપવામાં આવે છે, તે પણ રાત્રે. આનાથી વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કોડિન કફ સીરપ તો બાળકોને ક્યારેય ન અપાય 
ડો.ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, "કોડિન કફ સીરપ જો વધુ માત્રામાં આપવામાં આવે તો તે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે કારણ કે તે મગજમાં શ્વસન કેન્દ્રને દબાવી શકે છે. જો આવું થાય તો તમારા શ્વાસ બંધ થઈ શકે છે.

કફ સીરપના ઓવરડોઝ સાથે સંકળાયેલા જોખમો?
ડો.અગ્રવાલે જણાવ્યું હતું કે, કફ સીરપ એવી ઘણી હોય છે જે આરોગ્ય માટે હાનિકારક હોય છે. "બજારમાં ઘણી બધી કફ સિરપ ઉપલબ્ધ છે અને દરેક એક અલગ ઘટકતત્વોથી બનેલી છે. કેટલીક દવાઓ એવી હોય છે જેને વધારે પ્રમાણમાં લેવાથી હૃદયના ધબકારા વધી જાય છે. તેનાથી એરિથમિયા (અનિયમિત હૃદયના ધબકારા) અને હાર્ટ એટેક આવી શકે છે. કેટલીક કફ સીરપમાં બેભાન થવાની અસર હોય છે. વધુ પડતું સેવન કરવાથી વ્યક્તિને ઊંઘ આવે છે અને શ્વસનતંત્રમાં હતાશા આવી શકે છે.

બાળકો કે મોટાને કફ સીરપ આપવાની સાચી રીત કઈ
ડોક્ટરોના કહેવા પ્રમાણે, બાળકોને ડોકટરની ભલામણ પ્રમાણે જ કફ સીરપ આપો અને તે પણ નક્કી થયેલી માત્રામાં. ખાંસી કે શરદી મટાડવા આડેધડ કફ સીરપ ન આપી શકાય.

ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સીરપ પીવાથી 18 બાળકોના મોતનો દાવો 
ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપનું સેવન કર્યા બાદ દેશમાં 18 બાળકોનાં મોત નીપજ્યાં છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે "મૃત્યુ પામેલા બાળકોએ ડોક-1 મેક્સ સીરપનું સેવન કર્યું હતું. ડોક-1 મેક્સ નોઈડા સ્થિત મેરિયન બાયોટેક લિમિટેડે બનાવેલી સીરપ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ