બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Cotton ripening farmers in Bhavnagar were disturbed, standing crops were damaged

ખેડૂતોની માંગ / એક તો વાવાઝોડું-વરસાદ અને હવે સરખા ભાવ નથી મળતા : ભાવનગરમાં કપાસ પકવતા ખેડૂતો થયા પરેશાન, ઊભા પાકમાં થયું હતું નુકસાન

Vishal Khamar

Last Updated: 11:47 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસેલા અનિયમિત વરસાદને લઈ ખેડૂના ઉભા પાકોમાં નુકશાન થયુ છે. જેમાં મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થયુ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વરસેલા છેલ્લા વરસાદથી કપાસના ઉભા પાકોમાં ભારે નુકસાન થયુ છે. ત્યારે સરકાર દ્વારા કંઈક મદદ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.

 

  • ભાવનગર યાર્ડમાં કપાસની આવક
  • કપાસના ભાવને લઈ ખેડૂતો નારાજ
  • એક મણ કપાસના 1000થી 1400 રૂપિયા
  • ઉભા પાક પર વરસાદ પડતા નુકસાન

 

 ભાવનગર  જિલ્લામાં ખરીફ પાકની સીઝન હવે  શરૂ થવા પામી છે અને અને જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ધીમે ધીમે સારું થતા જ માર્કેટિંગ યાર્ડમાં માલ આવાવની શરૂઆત થઈ ચુકી છે. જો કે હાલ ઓછો ઉતારો અને શરૂઆતમાં ઓછા ભાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે ખેડૂતોને કપાસમાં ભારે નુકશાની થઇ હોવાથી સરકાર કાંઈક મદદ કરે જો કે ખેડૂતો નું કહેવું છે કે વાવાઝોડું અને પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકશાન થયું છે. જયારે આ માલ હવે વળતર આપી શકશે નહીં.

આ વર્ષે વરસાદ પડતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ
ભાવનગર જિલ્લામાં અંદાજે 50 લાખ હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત જો ભાવનગરના યાર્ડમાં થતી કપાસની વાત કરવામાં આવે તો, ભાવનગર યાર્ડમાં 1 હજાર ગાંસડીઓ આવે છે. જે યાર્ડમાં કપાસનો મણનો ભાવ 1 હજારથી 1 હજાર 400 સુધી બોલાય રહ્યો છે. બીજી તરફ તળાજા યાર્ડમાં 3 હજારથી 4 હજાર કપાસની ગાંસડીના આવક નોંધાઈ રહી છે. ગયા વર્ષે કપાસના ભાવની વાત કરવામાં આવેતો 2 હજારથી 2 હજાર 200 સુધી પહોચ્યા હતા. તો આ વર્ષે ખેડૂતો પર ડબલ માર પડ્યો છે.  ભાવ ન મળતા સરકારનો અને ઉભા પાક પર વરસાદ પડતા કુદરતનો એમ બન્ને તરફથી ખેડૂતોને પીસાવાનો વારો આવ્યો છે.

મોટા પાયે કપાસ તેમજ મગફળીનું વાવેતર થયું 
ભાવનગર જિલ્લામાં  ખરીફ પાકમાં આ વર્ષે સીઝનની શરૂઆતની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં માલની આવક શરૂ થવા લાગી છે. ભાવનગર જિલ્લામાં ચાલુ સીઝનમાં કપાસનું વાવેતર  3.50 લાખ હેકટરમાં થવા પામ્યુ હતું અને મગફળીનું વાવેતર પણ મોટા પાયે થયું હતું  ગત આ સીઝનમાં  ખેડૂતોને બે થી ત્રણ વખત વાવેતર કરવું પડ્યું છે અને તેના કારણે આ વરસે ઉત્પાદનમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. 

તળાજા યાર્ડમાં કપાસની સારી આવક
ભાવનગર અને  તળાજા માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકના માલની સારી આવક થવા પામી  છે.  હાલ તળાજા યાર્ડમાં કપાસની દરરોજ 3 થી 4 હજાર ગાંસડીઓ વહેંચવામાં આવી રહી છે.  જયારે ભાવનગરમાં દરરોજ 1000 ગાંસડી વહેંચવા આવી રહી છે. હાલ ભાવનગર યાર્ડમાં કપાસના ભાવ 1000 થી લઇ ને 1400 સુધી બોલાય છે. જો કે ગત વર્ષે કપાસના ભાવ 2000 થી 2200 સુધી પહોચ્યા હતા. જેની સરખમનીએ આ વર્ષે ભાવ ઓછા છે. આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે એક વખત વાવાઝોડું અને બાદમાં પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકશાન થયું હતું અને સુકારાનો રોગ લાગુ પડતા હાલ કપાસ બળી જવા પામ્યો છે. અને ઉત્પાદનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ