બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / coronavirus surat many school students covid positive

મહામારી / બાળકોને શાળાએ મોકલતા વાલીઓમાં ફફડાટ, ગુજરાતના આ શહેરમાં 13 દિવસમાં 100 વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં

Kavan

Last Updated: 01:47 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘેરાઈ રહ્યું છે,  ખાસ કરીને બાળકોમાં કોરોનાની ઝપેટમાં આવવા લાગતા વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

  • સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યો કોરોના
  • 13 દિવસમાં 110 વિદ્યાર્થી સંક્રમિત
  • વિદ્યાર્થીઓને કેસોમાં નવ ઘણો વધારો

સુરતમાં બાળકોમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓના કેસમાં સુરતમાં 9 ઘણો વધારો જોવા મળી રહ્યો છે. 

એક જ દિવસમાં 26 વિદ્યાર્થીઓ સંક્રમિત

સુરતમાં કોરોનાના રોજીંદા કેસો પણ 100ને પાર પહોંચ્યા છે. 1 જાન્યુઆરી એક જ દિવસમાં 26 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. એક વિદ્યાર્થીની ઓમિક્રોન સંક્રમિત પણ થઇ હતી. જો કે કોઇપણ તકલીફ વગર એ ફરી પાછી સ્વસ્થ થઇ છે. 

મનપા દ્વારા શાળાઓ બંધ કરવાનો લેવાયો નિર્ણય 

શાળોમાં વધતા કેસોને લઇ મનપાનું આરોગ્ય તંત્ર ચિંતામાં જોવા મળી રહ્યું છે. સુરત મનપા દ્વારા હવે શાળામાં કેસ આવે તો આખી શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસની વિગત

20 ડિસેમ્બર 3
21 ડિસેમ્બર 3
22 ડિસેમ્બર 1
23 ડિસેમ્બર 3
24 ડિસેમ્બર 4
25 ડિસેમ્બર 5
26 ડિસેમ્બર 4
27 ડિસેમ્બર 3
28 ડિસેમ્બર 10
29 ડિસેમ્બર 11
30 ડિસેમ્બર 15
31 ડિસેમ્બર 22
1 જાન્યુઆરી 26

ગુજરાતમાં શનિવારે નોંધાયેલા કેસની વિગત 

ગુજરાતમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. આજે કેસ એક હજારને પાર પહોંચ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24માં કોરોના વાયરસના નવા 1069 નવા કેસ નોંધાયા છે. જ્યારે 103 દર્દીઓ સાજા થયા છે, જોકે એક દર્દીનું મોત થયું. તો હાલ રાજ્યમાં 3927 એક્ટિવ કેસ છે. જેમાંથી વેન્ટીલેટર પર 11 દર્દીઓ છે અને 3916દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.31 ટકા જેટલો છે. આજે 152072 લોકોનું વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 818755 દર્દીઓ સાજા થયા અને 10119 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,95,87,417 લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે. અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે.

ક્યાં કેટલા કોરોનાના કેસ ? : ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે. તો સુરતમાં 164, રાજકોટમાં 61, ગાંધીનગરમાં 26, જામનગરમાં 7, ભાવનગરમાં 4 અને જુનાગઢમાં 7 કેસ નોંધાયા છે. તો આણંદમાં 39, ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, નવસારીમાં 9, મોરબીમાં 8, ભરૂચમાં 7, દાહોદમાં 6, સાબરકાંઠામાં 6, અમરેલીમાં 4, ગીર સોમનાથમાં 3, જૂનાગઢમાં 3, મહેસાણામાં 3, મહીસાગરમાં 2, તાપીમાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠા 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે. 

ઉત્તરાખંડની શાળાઓમાં કોરોના બ્લાસ્ટ 

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. નૈનીતાલ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં 82 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

488 બાળકોનો કોરોના ટેસ્ટ

જ્યારે કેટલાક બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. તાજેતરમાં જ શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે 82 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ