બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Coronavirus increasing cases again in states in india will lockdown back again

BIG NEWS / ભારતમાં ત્રીજી લહેર પર ખતરાની ઘંટી? પાંચ રાજ્યોમાં ફરી વધ્યું ટેન્શન, અહીં લાગી શકે છે નાઈટ કર્ફ્યૂ

Parth

Last Updated: 04:30 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસનાં કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે ખાસ પાંચ રાજ્યોમાં ટેન્શન વધી રહ્યું છે.

  • ભારતમાં ત્રીજી લહેરને લઈને ખતરાની ઘંટી 
  • પાંચ રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન 
  • બે રાજ્યોમાં લાગી શકે છે નાઈટ કર્ફ્યૂ 

ભારતનાં પાંચ રાજ્યોમાં ટેન્શન વધ્યું 
ભારતમાં કોરોના વાયરસનાં કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે ખાસ પાંચ રાજ્યોમાં ટેન્શન વધી રહ્યું છે. આ પાંચ રાજ્યોમાં કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે પણ આ બંને રાજ્યોને નાઈટ કર્ફ્યૂ લગાવવાના નિર્દેશ આપ્યા છે. નોંધનીય છે કે આજે દેશમાં 44 હજાર નવા કોરોના કેસ સામે આવ્યા હતા. 

ફરી વધી શકે છે પ્રતિબંધો 
ગૃહમંત્રાલયે તહેવારોની સિઝનમાં નિયમોનું પાલન કરવા માટે પણ સલાહ આપી છે તથા રાજ્ય સરકારને પણ ચેતવણી આપી છે કે સામાજિક કાર્યક્રમો પર રોક લગાવો અને ભીડ એકઠી થવા દેશો નહીં. જે બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર અને કેરળમાં ફરી વાર પ્રતિબંધોમાં વધારો થઈ શકે છે. 

કયા પાંચ રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન 
ભારતમાં સૌથી વધારે કેસ કેરળમાંથી જ સામે આવી રહ્યા છે, રાજ્યમાં એક જ દિવસમાં ત્રીસ હજારથી વધારે કેસો સામે આવી રહ્યા છે. આ સાથે કેરળનાં જ પડોશી રાજ્ય તમિલનાડુમાં પણ કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળા માટે જે પાંચ રાજ્યો જવાબદાર છે તેમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકનો જ સમાવેશ થાય છે. 

કેરળ કેટલું જવાબદાર 
જો દેશના કુલ કેસમાંથી કેરળની સંખ્યાને હટાવી દેવામાં આવે તો દેશમાં પ્રતિ લાખ પર 11 કેસ જ સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં દરરોજ જેટલા નવા કોરોના વાયરસનાં કેસ નોંધાય છે તેમાં મોટા ભાગનાં કેસ કેરળમાંથી સામે આવી રહ્યા છે. કેરળમાં કોરોના વાયરસનાં કેસ છેલ્લા કેટલાય સમયથી ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા જેના કારણે ભારતમાં ત્રીજી લહેરને લઈને ચિંતા વધી ગઈ છે. કેરળની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. આજે દેશમાં 44,658 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. 

વધતાં કોરોના કેસોએ વધારી ચિંતા, એક્શનમાં આવ્યું ગૃહમંત્રાલય 
ભારતમાં કોરોના વાયરસને લઈને છેલ્લા એક મહિનાથી થોડી રાહત હતી પરંતુ હવે કેરળ સહિતનાં રાજ્યોમાં વધતાં કેસને જોતાં ફરી ચિંતામાં વધારો થયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિને જોતાં કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે  આ બંને રાજ્યોને પ્રતિબંધ વધારવાની સલાહ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ બંને રાજ્યોને સલાહ આપી છે કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવે. 

રાત્રિ કર્ફ્યૂ લગાવવાના નિર્દેશ અપાયા 
ગૃહમંત્રાલયે બંને રાજ્યો સાથે બેઠક કર્યા બાદ ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે સંક્રમણમાં વૃદ્ધિને રોકવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂર છે. જે વિસ્તારોમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં રાત્રિનાં સમયમાં કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરવામાં આવે. સાથે જ વેક્સિનેશન અભિયાન વધારવા પર પણ જોર આપવામાં આવે. 

વધારાની વેક્સિન અપાશે 
સાથે સાથે આ બંને રાજ્યોને વધારાની વેક્સિન આપવા માટે પણ કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે જેથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાય. નોંધનીય છે કે દેશમાં 61 કરોડથી પણ વધારે ડોઝ આપી દેવામાં આવી છે અને દેશની અડધી વસ્તી એવી છે કે જેને કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવી હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ