બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Coronavirus Cases 6 thousand new cases have been reported in the country in the last 24 hours

સાવધાન / દેશમાં છેલ્લાં 6 મહિનાનો રેકોર્ડ તોડી રહ્યાં છે કોરોનાના નવા કેસો! આજે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે મહત્વની બેઠક

Megha

Last Updated: 11:05 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે જે ગુરુવારની સરખામણીમાં લગભગ 13 ટકા વધુ છે.

  • 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા
  • નવા કેસોએ છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો
  • જેના કારણે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે

દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર દસ્તક આપી છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને આ નવા કેસોએ છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. સામે આવેલ નવા આંકડા મુજબ ભારતમાં હવે એક દિવસમાં 6 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે જેના કારણે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. 

24 કલાકમાં 6 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા
જણાવી દઈએ કે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે જે ગુરુવારની સરખામણીમાં લગભગ 13 ટકા વધુ છે. આ આંકડા બહાર આવતાની સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોરોના વાયરસની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરવા જઈ રહ્યા છે. આજે એટલે કે શુક્રવારે બપોરે 12 વાગ્યે યોજવામાં આવેલ આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારોની તૈયારીઓ પર ચર્ચા થશે.

દૈનિક કોવિડ ડેટામાં 20% થી વધુનો વધારો
નોંધનીય છે કે યુપી-હિમાચલ પ્રદેશ અને દિલ્હી-મુંબઈ અને કેરળ સહિત અન્ય ઉત્તરીય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે અને દૈનિક કોવિડ ડેટામાં 20% થી વધુનો વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2022માં આ આંકડો 5000ને પાર પંહોચ્યો હતો. ભારતમાં કોરોનાના વધતા જતા કહેરને જોતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે.

આજે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 6050 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 13 ટકા વધુ છે. જણાવી દઈએ કે ગુરુવારે ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 5,335 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,47,39,054 થઈ ગઈ છે.  આ સાથે જ ગુરુવારે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે દર્દી અને કેરળ અને પંજાબમાં એક-એક દર્દીના સંક્રમણને કારણે મૃત્યુ થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,929 થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ