બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / coronavirus active cases lowest since march 2020 and new cases

કોરોના વાયરસ / માર્ચ 2020 બાદ પહેલી વાર સારી સ્થિતિ, કોરોનાના એક્ટિવ કેસોમાં નોંધાયો આટલો મોટો ઘટાડો

Dharmishtha

Last Updated: 11:44 AM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ 145 દિવસમાં સૌથી ઓછી થઈ ગઈ છે.

  • એક દિવસમાં કુલ 32, 937 નવા કેસ 
  • માર્ચ 2020 બાદ પહેલી વાર કોરોનાનો રિકવરી રેટ 97.48 ટકા
  • દેશમાં 54 કરોડથી વધારે કોરોનાની રસી લગાવી ચૂક્યા

એક દિવસમાં કુલ 32, 937 નવા કેસ 

દેશમાં કોરોના સંક્રમણના મામલા પર સતત નિયંત્રણની સ્થિતિ બનેલી છે. સોમવારે ભારતમાં એક દિવસમાં કુલ 32, 937 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક દિવસમાં 417 લોકોના મોત થયા છે. આ આંકડાની સાથે કોરોનાથી મરનારાની સંખ્યા હવે 4, 31, 642 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસોના કુલ ટકાથી હવે 1.18 ટકા રહી ગયા છે. જે મોર્ચો 2020 બાદ સૌથી નીચલા સ્તર પર છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ 145 દિવસમાં સૌથી ઓછી થઈ ગઈ છે. હાલમાં દેશમાં કોરોના સંક્રમિત મામલા 3, 81, 947 છે.

માર્ચ 2020 બાદ પહેલી વાર કોરોનાનો રિકવરી રેટ 97.48 ટકા

એટલું જ નહીં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો માર્ચ 2020 બાદ પહેલી વાર કોરોનાનો રિકવરી રેટ 97.48 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં 3, 14,1192 લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે. ગત એક દિવસમાં લગભગ 36 હજાર લોકોએ સંક્રમણને હરાવ્યા છે. એટલું જ નહીં વીકલી પોઝિટિવિટી હવે 2.01 ટકા પર આવી છે અને આવનારા દિવસોમાં હવે આનાથી પણ ઓછી આવવાની આશા છે.

દેશમાં 54 કરોડથી વધારે કોરોનાની રસી લગાવી ચૂક્યા

ડેલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો એ પણ 2.79 ટકા છે. અત્યાર સુધી દેશમાં 54 કરોડથી વધારે કોરોનાની રસી લગાવી ચૂક્યા છે. એક તરફ નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ રસીકરણની સ્પીડમાં વધારો સંક્રમણથી મોટી રાહત આપી છે. કોરોનાના નવા કેસની સ્પીડ ભારતમાં ગત 2 મહનાથી સતત કાબૂમામ છે. નવા કેસોની સંખ્યા 50 હજારથી ઓછી બનેલી છે. જે મોટી રાહતના સંકેત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ