કોરોના મહામારીને હવે બે વર્ષથી પણ વધારેનો સમય થઈ ચુક્યો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની અસર, તેની ફેલાવાની રીત અને તેને જડમૂળમાંથી સમજવાની કોશિશ કરી રહ્યા છે.
કોરોના વાયરસને લઈને નવું સંશોધન સામે આવ્યું
હવામાં કોરોના ફેલાતો હોવાની થઈ પુષ્ટિ
વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો
કોરોના મહામારીને હવે બે વર્ષથી પણ વધારેનો સમય થઈ ચુક્યો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની અસર, તેની ફેલાવાની રીત અને તેને જડમૂળમાંથી સમજવાની કોશિશ કરી રહ્યા છે. પણ કોરોના સાથે જોડાયેલા રહસ્યો કોબિજની માફક એક પડની નીચે બીજૂ પડ નિકળ્યા જ કરે છે. પહેલા એવું મનાતુ હતું કે, કોરોના પરત પરથી ફેલાઈ છે. બાદમાં મહામારી વિજ્ઞાનિયોએ જાણ્યું કે, જે દેશના લોકોએ માસ્ક પહેરવાના નિયમોનું કડકાઈ સાથે પાલન કર્યું ત્યાં ઓછો ફેલાયો છે. જો કે, ત્યારે પણ કોરોના વાયરસના કણો હવા દ્વારા ફેલાવાના પુરાવા ખૂબ નહીંવત હતા. પણ હવે એક અધ્યયનમનાં સામે આવ્યું છે અને તે હવા દ્વારા ફેલાતો હોવાની પુષ્ટિ પણ થઈ છે.
વૈજ્ઞાનિકોને કર્યું નવું સંશોધન
CSIR-CCMB,હૈદરાબાદ અને CSIR-IMTech ચંડીગઝના વૈજ્ઞાનિક ગ્રુપે સાથે મળીને એક સંશોધન કર્યું છે. આ સંશોધન હૈદરાબાદ અને મોહાલીની હોસ્પિટલમાં કરવામા આવ્યું છે. જ્યાં સાર્સ-કોવિ 2ના હવાઈ પ્રસારની પુષ્ટિ થઈ છે. એરોસોલ સાઈંસ જરનલમાં આ અધ્યયનને પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેના માટે વૈજ્ઞાનિકોએ એવી જજગ્યાની હવાના નમૂના લઈને તેમાં કોરોના વાયરસના જિનોમ વિશ્લેષણ કર્યું. જ્યાં કોવિડ 19ના દર્દીઓને અમુક સમય વિતાવ્યો હતો. મતલબ હોસ્પિટલ, બંધ રૂમ જ્યાં રોગી થોડી વાર માટે રહ્યા હતા, અથવા ઘરે જ્યાં દર્દીઓ રહે છે.
હવામાં ફેલાય છે કોરોના
આ સંશોધનમાં સામે આવ્યું છે કે, કોવિડના દર્દીઓ હાજર હતાં, ત્યાં હવામાં વાયરસ મળી શકે છે. એટલું જ નહીં દર્દી હાજર હતા, ત્યાં પોઝિટિવિટી રેટ વધારે હતો. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે, વાયરસ હોસ્પિટલના આઈસીયૂ અને બિન આઈસીયૂ વોર્ડમાં હતા, જેનાથી એ જાણવા મળ્યું છે કે, દર્દીએ હવામાં વાયરસ છોડ્યો હતો. સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે, હવામાં જીવિત વાયરસ હતો, જે કોઈ પણ જીવિત કોશિકાને સંક્રમિત કરી શકે છે અને તે લાંબા અંતર સુધી ફેલાયો હતો.
સંક્રમણનો કેટલો ખતરો
ત્યાર બાદ વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, સંક્મણને રોકવા માટે માસ્ક પહેરવું વધારે હિતાવહ છે. અધ્યયન સાથે જોડાયેલ વૈજ્ઞાનિક શિવરંજની મોહરિરનું કહેવુ છેક ે, અમારા પરિણામ એ જણાવે છે કે, કોરોના વાયરસ કોઈ બંધ જગ્યા પર થોડી વાર માટે રહી શકે છે. જો કોઈ એવી જગ્યા હોય જ્યાં કોવિડ દર્દી એકથી વધારે હોય ત્યાં હવામાં સંક્રમણ દર 75 ટકા વધારે ફેલાય છે. તો વળી જો એક દર્દી અથવા કોઈ ન હોય તો, હવામાં 15.8 ટકા રહે છે.