બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Corona spread again in 11 states of India including Gujarat: new variant found in all samples, 93 percent patients is not serious

સાવધાન / ગુજરાત સહિત ભારતના 11 રાજ્યોમાં ફરી ફેલાયો કોરોના: તમામ સેમ્પલમાં મળ્યો નવો વેરિયન્ટ, જોકે 93 ટકા દર્દીઓની હાલત ગંભીર નહીં

Megha

Last Updated: 08:21 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવેલ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે અને આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

  • કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં નવું સબ-વેરિયન્ટ JN.1 જોવા મળે છે 
  • સબ-વેરિયન્ટ JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે
  • JN.1માં એક વ્યક્તિથી બીજી અને ત્રીજી વ્યક્તિમાં ફેલાવવાની ક્ષમતા વધારે

દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે અને છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવું સબ-વેરિયન્ટ JN.1 જોવા મળી રહ્યું છે. હવે ધીરે ધીરે આ સબ વેરિયન્ટથી સંક્રમિત થતાં લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને દેશના 11 રાજ્યોમાં આ વેરિયન્ટથી સંક્રમણના કેસો સામે આવ્યા છે.  

Tag | VTV Gujarati

આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવેલ એક અહેવાલ અનુસાર,  'ગયા મહિને નવેમ્બરમાં જીનોમ સિક્વન્સિંગ દરમિયાન દેશના પ્રથમ ચાર JN.1 સંક્રમિત કેસ બહાર આવ્યા હતા પરંતુ આ મહિને આ વેરિયન્ટના 17 દર્દીઓમાં જોવા મળ્યું હતું.' આ રિપોર્ટ પર હવે એક્સપર્ટસનું કહેવું છે કે આ JN.1માં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દૃષ્ટિએ તે પહેલાના વર્ષોની જેમ મજબૂત નથી. આ વેરિયન્ટ બસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ જાનલેવા નથી.' 

આ રાજ્યોમાં પંહોચ્યો કોરોના JN.1
સ્વાસ્થ્ય મંત્રાલયના એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Corona outbreak again in Gujarat: In big cities, the system has issued an  advisory, these instructions have been given along with masks | ગુજરાતમાં  ફરી કોરોનાનો ફૂંફાડો: મોટા શહેરમાં તંત્રએ બહાર પાડી

એક રિપોર્ટ અનુસાર દેશમાં કુલ 2,669 સક્રિય દર્દીઓમાંથી, 45 દર્દીઓ 10 રાજ્યોની હોસ્પિટલમાં દાખલ છે અને એમની હાલત થોડી ગંભીર છે. તો તેની સામે 125 થી વધુ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ વિના હોસ્પિટલમાં છે. પણ અંહિયા સૌથી મોટી રાહતની વાત એ છે કે 92.80 ટકા દર્દીઓ તેમના ઘરોમાં આઇસોલેશનમાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ગઈકાલે દેશમાં કોરોના સંક્રમણને કારણે છ લોકોના મોત થયા છે. કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક દર્દીનું મોત થયું છે. તે જ સમયે ગઈકાલે 358 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, જેના કારણે સક્રિય કેસની સંખ્યા 2,305 થી વધીને 2,669 થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ