બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona Maryo Fare, Aisi-Taisi of Guide Line, 'Bhid Tantra' by BJP Leaders, Video Viral

કોઈ રોકોના / કોરોના માર્યો ફરે,ગાઈડ લાઇનની ઐસી- તૈસી, ભાજપના નેતાઓએ જ ભેગું કર્યું 'ભીડ તંત્ર', વીડિયો વાયરલ

Mehul

Last Updated: 04:02 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના થરાદમાં સરપંચોનો સત્કાર સમારોહ યોજાયો. જેમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા. તો ખેરાલુમાં ભાજ્પ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં હજારોની ભીડ

  • નવી ગાઈડ લાઈન પહેલા જ નેતાઓનો તમાશો 
  • સાંસદની હાજરીમાં સંમેલનમાં ઉમટી ભારે ભીડ 
  • ભાજપી અલ્પેશ ઠાકોરની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ 


ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. રાજ્ય સરકારે પોતાના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવા ફરજ પડી આમ છતાં,ભાજપાઈ નેતા સામાજિક મેળાવડાઓમાં વ્યસ્ત રહેતા આશ્ચર્ય ફેલાયું છે. બનાસકાંઠામાં સાંસદની ઉપસ્થિતિમાં ભારે ભીડનો તમાશો સર્જાયો.તો ખેરાલુમાં ભાજ્પ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં હજારોની ભીડ એકઠ્ઠી થઇ હતી. લાગે છે ગુજરાતમાં સતાધારી પાર્ટીના નેતાઓને જન સામાન્યને લાગુ પડતા નિયમો, તેમના માટે નથી  

 

એક તરફ રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. પરંતુ બીજી તરફ નેતાઓ જ કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યાં છે. કોરોનાના વધતા કેસ વચ્ચે પણ નેતાઓ ભીડને એકઠી કરી રહ્યાં છે. બનાસકાંઠાના થરાદમાં સરપંચોનો સત્કાર સમારોહ યોજાયો. ગાયત્રી વિદ્યાલય આંજણા બોર્ડિંગ ખાતે સત્કાર સમારોહમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. સાંસદ પરબત પટેલની હાજરીમાં ચૂંટાયેલા સરપંચો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ડિરેક્ટરોનો સત્કાર સમારોહ યોજાયો હતો તો મહેસાણામાં પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કોરોનાના વધતા કેસ વચ્ચે મહેસાણામાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું .

 

ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઇટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે યોજાયેલા બન્ને કાર્યક્રમમાં મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. જેને પગલે ભાજપ નેતાઓ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. એક તરફ સરકારી કાર્યક્રમો રદ કરાયા તો બીજી તરફ આવા કાર્યક્રમો કેમ?. ભાજપ નેતાઓ કોરોનાને કેમ આપી રહ્યા છે આમંત્રણ?. નેતાઓ જ નિયમો તોડશે તો લોકોને કોણ સમજાવશે? કોરોના કહેરમાં લોકોના જીવ જોખમમાં કેમ મૂક્યા? ભાજપ નેતાઓને નિયમોનું ભાન નથી? 

 

કોરોનાના વધતા કેસને લઇને આરોગ્યમંત્રી એક્શનમાં આવી ગયા પરંતુ નેતોઓ તો કાર્યક્રમ કરવામાં વ્યસ્ત. કોરોનાને લીધે મોટાકાર્યક્રમો રદ કરવામાં પણ કેટલાક નેતાઓ હજુ ગંભીર નથી. રાજ્ય સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી કે જેથી કરીને કોરોના નિયંત્રણમાં લાવી શકાય. પરંતુ આ નિયમો પ્રજા તોડે તો તોડે પણ નેતાઓએ તો નિયમો કી ઐસી તૈસી કરવાનુ જાણે કે નક્કી જ કરી લીધુ છે. ત્યારે વધુ એક નેતાએ કોરોના ગાઇડલાઇનના લીરેલીરાં ઉડાવતા જોવા મળ્યા. આ નેતા બીજુ કોઇ પરંતુ ભાજપના નેતા અલ્પેશ પટેલ હતા.

 

અલ્પેશ ઠાકોરે પણ પહેર્યુ ન હતુ માસ્ક 

ક્રિકેટ ટુર્નામેન્ટના આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે ભીડની વચ્ચેથી ભાજપના નેતા અલ્પેશ ઠાકોર એન્ટ્રી કરે છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો તેમની આગતા સ્વાગતા  કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ જો કોઇએ માસ્ક પહેર્યુ હોય તો.  અરે ખુદ અલ્પેશ ઠાકોરે પણ માસ્ક પહેર્યુ ન હતું.  નેતાજીને સારુ લગાડવા મસમોટા હાર પહેરાવવામાં આવ્યા પરંતુ કોરોનાનું કોઇને ભાન ન રહ્યુ. કોઇને ભાન ન રહ્યુ કે આ ભીડ કોરોના નોતરી શકે છે. લોકો તો ભાન ભૂલ્યા હતા પરંતુ નેતા તો પ્રજાને સમજાવી શકે કે નહી ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ