બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / corona cases outbreak in the world germany america britain china

આયો ભાઈ આયો સાચવજો / એક પછી એક દેશોમાં કોરોના કેસ ફરી લાખોમાં, મજબૂત થઈ રહ્યાં છે ચોથી લહેરના ભણકારા

Dhruv

Last Updated: 02:40 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં કોરોનાના નિયમોમાં છૂટછાટ અપાયાની સાથે જ ફરીથી કેટલાંય દેશોમાં કોરોનાનાં કેસોએ મોટો ઉથલો માર્યો છે. ત્યારે ચીન બાદ હવે જર્મનીમાં કોરોનાનાં 2 લાખને પાર કેસો આવતા વિશ્વમાં ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે.

  • વિશ્વનાં એક બાદ એક દેશોમાં કોરોનાનાં કેસોમાં મોટો ઉછાળો
  • માત્ર જર્મનીમાં જ કુલ કેસોની સંખ્યા 1 કરોડ 98 લાખને પાર
  • યુરોપમાં કોરોનાનાં કેસોમાં હજુ વધારો થઈ શકે છે : નિષ્ણાંતોની ચેતવણી

સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનાં કેસોમાં ઘટાડો થતા લોકોના જીવનની ગાડી હજુ તો માંડ પાટા પર આવી હતી ત્યાં તો ફરી કોરોનાના કેસોએ આતંક ફેલાવવાનો શરૂ કરી દીધો છે. આ અંગે મૉડર્નાના CEOનું સ્ટીફન બેંસલનું કહેવું છે કે, એ વાતની 20 ટકા સંભાવના છે કે નવા કોવિડ વેરિઅન્ટ એ અગાઉ આવેલા વેરિઅન્ટની તુલનામાં વધારે ખતરનાક હોઇ શકે છે. તો અહીં જાણીશું કે કોરોનાનાં વધતા જતા કેસોથી હાલમાં સમગ્ર વિશ્વની શું છે પરિસ્થિતિ....

યુરોપીય દેશોમાં અત્યાર સુધીમાં 1.28 લાખથી વધારે લોકોનાં મોત નિપજ્યાં

જર્મનીમાં કોરોનાના નવા 2,96,498 કેસો આવતા દેશમાં કુલ કેસોની સંખ્યા 1,98,93,028એ પહોંચી ગઇ છે. યુરોપીય દેશોમાં અત્યાર સુધીમાં 1.28 લાખથી વધારે લોકોનાં સંક્રમણનાં કારણે મોત નિપજ્યાં છે. ગુરૂવાર બાદથી 288 મોત નોંધાયા છે.

જો કે, ચીનમાં કોરોનાના કેસોમાં થોડોક ઘટાડો આવ્યો છે. અહીં ગુરૂવારનાં રોજ 1,366 નવા કેસો નોંધાયા છે તો એક દિવસ અગાઉ 2,054 કેસો સામે આવ્યા હતાં. પરંતુ એવું કહેવાઇ રહ્યું છે કે, અહીંયા એટલે કે ચીનમાં કોઇ પણ પ્રકારનાં લક્ષણો વિનાના કેસો પણ સતત વધી રહ્યાં છે. દક્ષિણ કોરિયા એક એવો દેશ છે કે જ્યાં માર્ચમાં કોરોનાના કેસો વધારે વધ્યાં છે. તો ઇટલીમાં પણ કોરોનાના નવા 81,811 કેસો સામે આવ્યાં છે પરંતુ એક દિવસ પહેલાં અહીં 76,260 કેસ નોંધાયા હતાં.

બ્રિટનમાં પણ ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો

બીજી બાજુ બ્રિટનમાં પણ એક વાર ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં ઇઝરાયલની જેમ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વેક્સિનનો ચોથો ડોઝ આપવામાં આવી રહ્યો છે. તો અમેરિકામાં તો નિષ્ણાંતોએ એવી ચેતવણી પણ આપી છે કે, અહીંયા અને યુરોપમાં પણ કોરોનાનાં કેસોમાં હજુ વધારો થઈ શકે છે.

આ સિવાય તમને જણાવી દઇએ કે, વિશ્વનાં અનેક દેશોમાં ફરીથી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. આ દેશોમાં કોરોનાના કેસો વધવાનું મુખ્ય કારણ ઓમિક્રોન વેરિઅન્ટ માનવામાં આવી રહ્યું છે. તેના નવા વેરિઅન્ટ BA.2 ના કારણે યુરોપમાં ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યાં છે. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સ્પષ્ટપણે કહી દીધું છે કે, 16 ફેબ્રુઆરીથી 17 માર્ચ વચ્ચે વિશ્વમાં નોંધાયેલા તમામ કોરોના કેસમાંથી માત્ર ઓમિક્રોનના આ તમામ પ્રકારોના 86 ટકા કેસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ