બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Coriander seeds: Dhaniya Dhana water in empty stomach can help to reduce weight and acidity problems

તમારા કામનું / એસિડિટીનું દુશ્મન છે આ પીણું.! સવારે ખાલી પેટ પીવો અને બળતરાને કરો ગાયબ, ફાયદા અનેક

Vaidehi

Last Updated: 06:47 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખા ધાણાનું પાણી પીવાથી શરીરને અનેક પ્રકારનાં ફાયદા થાય છે. જો તમે પણ હેવી બોડી, એસિડિટી કે સ્કિન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો તો આ એક મસાલો તમને મદદ કરી શકે છે.

  • આખા ધાણાનું પાણી પીવાથી શરીરને ફાયદો
  • એસિડિટી અને પાચન સંબંધિત સમસ્યાઓ માટે લાભકારી
  • ખાલી પેટે દરરોજ સેવન કરવાથી મળી શકે છે રાહત

કોથમીર તો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે જ પણ શું તમે મસાલાઓમાં ધાણાનું નામ સાંભળ્યું છે? આખા ધાણા ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડે છે. ખાલી પેટ ધાણાનાં પાણીનું સેવન કરવાથી અનેક બીમારીઓને પણ દૂર કરી શકાય છે. 

દરરોજ સવારે ધાણાનું પાણી પીવું
જો તમે દરરોજ સવારે ખાલી પેટે ધાણાનાં પાણીનું સેવન કરો છો તો તે અત્યંત લાભદાયી છે. કોથમીર એક સુપરફૂડ છે જેમાં અનેક પોષકતત્વો હોય છે. ધાણાનાં પાન અને બીજ બંને શરીર માટે લાભકારી હોય છે. જો તમે સવારે ખાલી પેટે ધાણાનાં પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારી પાચનશક્તિ વધે છે. સાથે જ વજન પણ ઘટવા માંડે છે.

એસિડિટીમાં રાહત
જે લોકોને એસિડિટીની સમસ્યા રહે છે તેમણે ધાણાનું પાણી પીવું જોઈએ. ધાણામાં રહેલ ગુણ પેટને ઠંડક આપે છે. પરિણામે એસિડિટીની સમસ્યા ઓછી થઈ જશે. ધાણાનું પાણી પીવાથી તમારા પેટમાં પેદા થનાર એસિડનું સ્તર પણ ઓછું થઈ જાય છે અને બળતરાં કે પીડા દૂર થાય છે. ધાણા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોવાળા હોય છે તેથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓને તે દૂર રાખે છે.

વજન ઘટે છે
જો તમે ધાણાનું પાણી પીવો છો તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. વેઈટ લૉસનો આ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. કોથમીરનાં પાન અને બીજ (ધાણા)માં ભરપૂર ફાઈબર હોય છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. ધાણાનાં બીજ ફેટ બર્ન કરવામાં પણ મદદગાર રહે છે.

સ્કિન માટે ફાયદાકારક
ધાણાનું પાણી સ્કિન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી સવારે ખાલી પેટે ધાણાનાં પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા ચહેરાનાં દાગ-ધબ્બા અને પિમ્પલ્સ દૂર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ