વડનગરમાં તોરણીયા વડ ખાતે પીએસઆઈ એમ.બી ગોસ્વામી અને આયોજકો સાથે રકઝક બાદ મામલો ગરમાયો છે. બારપરા ઠાકોર સમાજ અને નેજાધારી કેમ્પના આયોજકો PSI એમ.બી ગોસ્વામીની બદલીની માંગ કરી રહ્યા છે. બારપરા ઠાકોર સમાજ અને નેજાધારી કેમ્પના આયોજકોએ 2 ઓક્ટોબરે વડનગર બંધનું એલાન કર્યું છે.
Mehsana News: 'બોચું ઝાલીને જેલમાં પૂરી દઇશ...' PSIની દાદાગીરી સામે ક્ષત્રિય ઠાકોર સમાજનો રોષ
મહેસાણાના વડનગરમાં સેવા કેમ્પ દરમિયાન PSI એમ.બી.ગોસ્વામીએ પાર્કિંગને લઈને તોછડાઈથી સૂચના આપતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ, PSIની બદલી ન થાય તો વડનગર બંધનું એલાન. #gujaratnews… pic.twitter.com/dsAcDY4Ui5
તોરણીયા વડ ખાતે યોજાયો હતો કેમ્પ
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ચાલીને જતાં પદયાત્રીઓ માટે વડનગરના તોરણીયા વડ ખાતે સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન મંગળવારે સાંજે નેજાધારી સેવા કેમ્પમાં કલાકારો રમઝટ બોલાવી રહ્યા હતા. આ દરમિયાન લોકોની સંખ્યા વધી જતાં અહીં ટ્રાફિકની કાર્યવાહી કરી રહેલા PSI એમ.બી ગોસ્વામી લાલઘુમ થઈ ગયા હતા.
'...બોચું જાલીને જેલમાં પૂરી દઈશ'
તેઓએ ચાલું કાર્યક્રમમાં કહ્યું હતું કે 'રોડ ઉપર ગાડા ન મૂકતા, નહીં તો પાંચ મિનિટમાં બધુ બંધ કરાવી દઈશ. રોડ ઉપર કોઈ મરી જશે તો કોઈપણ આયોજક હશે બોચું જાલીને જેલમાં પૂરી દઈશ.' વડનગર PSI એમ.બી ગોસ્વામીનો બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો હતો.
PSIની બદલીની માંગ સાથે આપ્યું હતું આવેદન
PSIના અસભ્ય વર્તનથી આયોજકો અને અગ્રણીઓ નારાજ થઈ ગયા હતા. બુધવારે નેજાધારી કેમ્પના આયોજકો અને અગ્રણીઓએ રેલી કાઢીને પીએસઆઈ સામે કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદન આપ્યું હતું. PSI એમ.બી ગોસ્વામીની બદલી ન થતા બારપરા ઠાકોર સમાજ અને નેજાધારી કેમ્પના આયોજકો દ્વારા 2 ઓક્ટોબરે વડનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે.