બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Controversy over handing over Vadodara LVP Heritage's urban management agency to Shihab Pathan

વિરોધ / વડોદરાના LVP હેરિટેજના ગરબાની એજન્સી શિહાબ પઠાણને સોંપાતા વિવાદ, જ્યોર્તિનાથ મહારાજે કહ્યું 'શું સનાતન ધર્મના નથી મળતા?'

Vishal Khamar

Last Updated: 09:57 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 15 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે વડોદરામાં ગરબાનાં આયોજનમાં મુસ્લિમને કામ અપાતા વિવાદ ઉભો થવા પામ્યો છે. ગરબાની તૈયારીનું કામ મુસ્લિમ વ્યક્તિને આપતા જ્યોર્તિનાથ મહારાજે પ્રતિક્રિયા આપી છે.

  • વડોદરામાં ગરબાનું કામ શિહાબ પઠાણની એજન્સીને અપાતા વિવાદ 
  • નવલખી મેદાનમાં આયોજિત VNF ગરબા પણ વિવાદ
  • ગરબામાં મુસ્લિમને કામ કેમ આપવામાં આવે છે?: જ્યોર્તિનાથ મહારાજ

વડોદરામાં ગરબાનાં આયોજનમાં મુસ્લિમને કામ અપાતા વિવાદ ઉભો થવા પામ્યો છે. વડોદરાનાં પ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાતા ગરબામાં મુસ્લિમને કામ અપાતા વિવાદ ઉભો થવા પામ્યો છે. ગરબામાં શિહાબ પઠાણની એજન્સીને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ અપાતા વિવાદ ઉભો થયો છે. ત્યારે નવલખી મેદાનમાં આયોજીત VNF  ગરબા પણ વિવાદમાં સપડાયા છે. VNF  ગરબામાં ફારસખાનાનું કામ પણ મુસ્લિમ વ્યક્તિની એજન્સીને અપાતા વિવાદ ઉભો થયો છે.

સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે: જ્યોર્તિનાથ મહારાજ
વડોદરામાં ગરબા આયોજકો દ્વારા મુસ્લિમ એજન્સીને ગરબાનું કામ સોંપાતા વિવાદ ઉભો થયો છે.  ત્યારે મુસ્લિમ વ્યક્તિઓને કામ આપવા મામલે  જ્યોર્તિનાથ મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગરબામાં મુસ્લિમને કામ કેમ આપવામાં આવે છે.? ત્યારે આ સમગ્ર મામલે કલેક્ટને રજૂઆત કરવામાં આવશે. 

વિષ્ણુ પ્રજાપતી (મહામંત્રી, વિશ્વ હિંદુ પરિષદ)

નવરાત્રી એ પૈસા કમાવવાનું સાધન નથી - વિષ્ણુ પ્રજાપતિ
તો બીજી તરફ હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદનાં મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ નિવેદન આપ્યું હતું કે, નવરાત્રીએ સૈપા કમાવવાનું સાધન નથી. માતાજીની આરાધના અને અનુષ્ઠાનનું પર્વ છે.  તેની પવિત્રતા જળવાવી જોઈએ. તેમજ નવરાત્રિ પરિક્રમાનું પર્વ, માતાજીનું સ્થાન મધ્યમાં હોવું જોઈએ. કેટલાક લોકો પર્વનું વ્યવસાયીકરણ કરી વિધર્મીઓને એન્ટ્રી આપે છે.  વિધર્મીઓ વિવિધ રીતે ગરબાઓમાં પ્રવેશ કરે છે. તેમજ બાઉન્સરનાં રૂપમાં, ફરસખાનનાં રૂપમાં પ્રવેશે છે. આ સનાતન ધર્મ પર પ્રહાર છે. અમે નહી સાંખી લઈએ અને કાનુની કાર્યવાહી કરીશું. કલા નગરીનાં સંસ્કાર સુરક્ષા જળવાય તેવી તંત્ર વ્યવસ્થા કરે છે.  

ફાઈલ ફોટો

કોમર્શિયલ ગરબા આયોજનમાં વિધર્મીઓ ન પ્રવેશે તે માટે હિંદુ સંગઠનો સક્રિય

સુરતમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. કોમર્શિયલ ગરબા આયોજનમાં વિધર્મીઓ ન પ્રવેશે તે માટે હિંદુ સંગઠનો સક્રિય થયા છે. ત્યારે ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન મળે તે પ્રકારનું આયોજન કરવા હિંદુ સંગઠનોની માંગ છે. જેમાં ગાયક, ખેલૈયા કે, બાઉન્સર તરીકે પણ વિધર્મીઓ ન પ્રવેશે તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે. નવરાત્રીમાં વિધર્મીઓને આવતા રોકવા હિંદુ સંગઠન દ્વારા ચેકિંગ પણ થશે. ગરબામાં પ્રવેશ વખતે તિલક અને આઈડી કાર્ડની ચકાસણી પણ કરવામાં આવશે. તેમજ ગરબામાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને જ પ્રવેસ આપવામાં આવશે.

સંગઠનનાં પદાધિકારીઓ તેઓની યોજનાં બનાવી રહ્યા છેઃ હિંદુ સંગઠન
આ બાબતે સુરતનાં હિદુ સંગઠનનાં પદાધિકારીએ જણાવ્યું હતુ કે, નવરાત્રી ગરબામાં કોઈ વિધર્મી ન પ્રવેશ કરે આ બાબતે  જણાવ્યું હતું કે, સંગઠનનાં પદાધિકારીઓ તેઓની યોજનાં બનાવી રહ્યા છે.  કઈ રીતે અને આ યોજના બનશે જે તમામ બાબતે અમે સંગઠનનાં પદાધિકારીઓ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવશે. જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ જે સૂચના મળશે. તે મુજબ તમામ હિંદુત્વવાદી સંગઠનો કોમર્શિયલ ગરબામાં ધ્યાન રાખશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ