બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / controversy on rahul gandhi statement on india china clash in tawang

વાદવિવાદ / ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી ભડકી ઉઠી BJP: આ નેતાએ કહ્યું સોનિયા-પ્રિયંકા ગાંધીએ રાહુલને મારવા જોઈએ, તો અક્કલ આવે

Parth

Last Updated: 07:59 AM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ અથડામણ મામલે રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના નેતાઓ તેમના પર આકરા પ્રહાર કરી રહ્યા છે.

  • ભારત અને ચીન વચ્ચે તણાવનો મામલો 
  • રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ભડકી બીજેપી 
  • રાહુલ ગાંધી હવે હદ વટાવી રહ્યા છે: આસામના CM 

કોંગ્રસના નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દે સરકારને ઘેરવા માટે પત્રકાર પરિષદ કરી પરંતુ સરકાર સામે કરાયેલા સવાલની સાથે તેમણે સેનાને લઈને આપેલા નિવેદન પર જ ઘમાસાણ છેડાઈ ગયું છે. 

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
ભારત જોડો યાત્રા કરી રહેલા કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ ચીન મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે અને ગંભીર નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનના જવાનો ભારતના જવાનોને ધોઈ રહ્યા છે પણ સરકાર સૂઈ રહી છે અને સાંભળવા માંગતી નથી. જોકે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી આક્રમક થઈ ગઈ છે અને જવાબ માંગી રહી છે. 

સોનિયા ગાંધી રાહુલ ગાંધીને મારે 
ભાજપના નેતા મંજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે રાહુલ ગાંધીનું આવું નિવેદન સાંભળીને તો મારુ લોહી ઉકળી ગયું. આવી દેશ વિરોધી વાતો કરનારાને સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મારવા જોઈએ જેથી તેમને કંઈક અક્કલ આવે છે અને દેશ માટે થોડી વફાદારી બતાવે. 

રાહુલ ગાંધીને ગંભીરતાથી ન લેશો
આટલું જ નહીં રાહુલ ગાંધીએ તો એમ પણ કહ્યું હતું કે ચીન તો હવે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે પણ સરકાર આ વાત બતાવી નથી રહી. જે મુદ્દે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું હતું કે વાયનાડના સાંસદને ગંભીરતાથી લેવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે ભારતે જવાહરલાલ નેહરુએ કરેલી ભૂલોના કારણે જમીન ગુમાવી હતી આટલું જ નહીં તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા ચીન પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. 

હવે હદ વટાવી
આસામના મુખ્યમંત્રી હિમ્નતા બિસ્વા સરમાએ કહ્યું છે કે ચીન પ્રત્યે પ્રેમમાં રાહુલ ગાંધી હવે હદ વટાવી રહ્યા છે. વીડિયો પ્રમાણ આવી ગયા બાદ પણ તેઓ એવું કહી રહ્યા છે કે ચીનના સૈનિકો ભારતના સૈનિકોને મારી રહ્યા છે! 

શું છે મામલો? 
નોંધનીય છે કે નવમી ડિસેમ્બરના રોજ તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બંને દેશના સૈનિકોને ઈજાઓ પહોંચી હતી, જોકે હાલ સેનાએ જ કહ્યું છે કે પરિસ્થિતિ બિલકુલ નિયંત્રણમાં છે અને સામાન્ય પરિસ્થિતિ છે. જોકે આ મુદ્દો બહાર આવ્યો ત્યાર થી જ સરકાર સામે અનેક સવાલો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે અને સંસદમાં પણ કામ થઈ રહ્યું નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ