બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Controversy increased before Dhirendra Shastri visit to Gujarat

મહામંથન / ગુજરાતમાં બાગેશ્વર બાબા અને વિવાદનું વંટોળ : શ્રદ્ધા વિજ્ઞાનને પડકાર ફેંકતી હોય તેવી સ્થિતિ કેમ?

Dinesh

Last Updated: 08:39 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ વધ્યો છે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન અને તેની સામે સવાલ એમ બે ભેદરેખા પડી ચુકી છે

  • ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ વધ્યો
  • ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન અને તેની સામે સવાલ એમ બે ભેદરેખા પડી 
  • ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલોની વચ્ચે કરણી સેના વિવાદમાં કૂદી

જો હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર. આવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, અને આવા વિધાનોને સાર્થક કરતા ઉદાહરણ પણ આપણને રોજબરોજની જિંદગીમાં મળી રહે છે. હાલ તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા સવાલ અને વળી પાછા સવાલની સામે સવાલોનો સિલસિલો ચાલી રહ્યો છે. એક તરફ શ્રદ્ધાનો પણ અંતિમ છેડો છે કે જેમાં શ્રદ્ધાની હદ વિજ્ઞાનને પડકારવા સુધી પહોંચી ગઈ છે. આદર્શ રીતે હિંદુ ધર્મ તરફનો દ્રષ્ટિકોણ કેળવીએ તો તેમાં શ્રદ્ધા અને વિજ્ઞાનનો સુભગ સમન્વય છે, કોઈ એકબીજાથી ચઢીયાતું નથી પરંતુ બંને એકબીજાના પૂરક છે. અહીં રાજકોટમાં એક બહેન છે કે જે ICUમાં વેન્ટીલેટર સપોર્ટ ઉપર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા તેના ભાઈ માટે પ્રાર્થના કરી રહી છે. તેનો દાવો માનીએ તો બાળકની માતા જ તેને બાગેશ્વર ધામમાં લઈ ગઈ હતી. બાળકને તકલીફ હતી ખેંચની જેની સામે બાબાએ તમામ દવાઓ બંધ કરી દેવા આદેશ કર્યો હતો. બાળકની દવા બંધ થઈ અને પરિણામ હવે નજર સામે છે. હદ ત્યારે થાય છે કે બાળકના મા-બાપ હજુ પણ બાગેશ્વર ધામમાં શ્રદ્ધા ધરાવે છે અને રાજકોટમાં જયારે દિવ્ય દરબાર યોજાશે ત્યારે તેમા સામેલ પણ થવાનો દાવો કરે છે. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલ ઉઠાવનાર પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળી રહી હોવાના દાવા થઈ રહ્યા છે અને કરણી સેના ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધને સનાતન ધર્મનો વિરોધ ગણાવીને વિવાદમાં દાખલ થઈ છે.. સવાલ અને વળતા જવાબનો સિલસિલો ચાલુ જ રહેશે ત્યારે સવાલ એ છે કે શ્રદ્ધા વિજ્ઞાનને પડકાર ફેંકતી હોય એવી સ્થિતિ કેમ આવીને ઉભી રહી

મુલાકાત પહેલા વિવાદ વધ્યો છે
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ વધ્યો છે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન અને તેની સામે સવાલ એમ બે ભેદરેખા પડી ચુકી છે અને  ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટના સહકારી અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ સવાલ ઉઠાવ્યા હતા, એવી વાત સામે આવી કે પુરૂષોત્તમ પીપળીયાને ફોન ઉપર ધમકી મળી રહી છે તેમજ બીજી તરફ કરણી સેના ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી છે. કરણી સેનાએ કહ્યું છે કે દિવ્ય દરબારનો વિરોધ થશે તો પરિણામ સારુ નહીં આવે અને બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર પહેલા વિવાદ વધી રહ્યા છે

રાજકોટના બાળક સાથે શું થયું?
રાજકોટના એક પરિવારે પોતાની વ્યથા ઠાલવી છે તેમણે કહ્યું કે, પરિવારમાં એક બાળકને વારંવાર આંચકી આવતી હતી અને બાળકની મા બાળકને બાબાના દિવ્ય દરબારમાં લઈ ગઈ હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાળકની તમામ દવા બંધ કરી દેવા કહ્યું હતું તેમજ દવા બંધ કર્યા બાદ બાળકની તબિયત વધુ લથડી હતી અને હાલ બાળક ICUમાં વેન્ટીલેટર સપોર્ટ ઉપર છે, બાળકની બહેનનો દાવો છે કે દવા બંધ કરવાની વાત માતાએ છૂપાવી હતી અને તબીબ પણ દવા બંધ કરવાની વાતથી નારાજ થયા હતા. તબીબની સ્પષ્ટ સૂચના હતી કે ખેંચની દવા ફરજિયાત ચાલુ રાખવી.

બાળકના માતા-પિતા શું કહે છે?
માતા-પિતા કહ્યું કે, અમને ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર પૂર્ણ શ્રદ્ધા છે તેમજ અમારુ બાળક ભલે ICUમાં હોય અમે દિવ્ય દરબારમાં જઈશું તેમણે કહ્યું કે, બાળકની માતાને હજુ પણ વિશ્વાસ છે કે તેમનું બાળક સ્વસ્થ થઈ જશે તેમજ બાળકના પિતા પણ માને છે કે વિજ્ઞાનની સાથે ચમત્કાર જરૂરી છે, બાળકના પિતાનું કહેવું છે કે વ્યક્તિગત શ્રદ્ધા સામે પ્રશ્ન ન થઈ શકે

વિવાદમાં વધુ એક વળાંક
ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલોની વચ્ચે કરણી સેના વિવાદમાં કૂદી છે અને કરણી સેનાએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કર્યું છે. કરણી સેનાએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલ કે વિરોધને ધર્મ સાથે જોડ્યો છે. કરણી સેનાએ આ વિરોધને હિંદુ ધર્મનો વિરોધ ગણાવ્યો છે તેમજ કરણી સેનાનું કહેવું છે કે તેઓ સનાતન ધર્મનું સમર્થન કરે છે અને દિવ્ય દરબારમાં કરણી સેનાના માણસો હાજર રહેશે એવી પણ તૈયારી અને ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારને જવાબ આપવાની પણ વાત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ