બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Controversy in promotion of '3 Ekka' movie at MS University, Vadodara

વડોદરા / યશ સોની, મલ્હાર ઠાકરની નવી ફિલ્મના પ્રમોશન બાદ વિવાદ: જૂતાં-ચંપલ સાથે શિવજીના મંદિરમાં ફરતા દેખાયા લોકો, હિન્દુ સંગઠનો લાલચોળ

Malay

Last Updated: 01:16 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં '3 એક્કા' ફિલ્મના પ્રમોટરો પગરખા પહેરી મંદિરમાં જતાં વિવાદ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે સયાજીગંજ પોલીસ મથકે આપી અરજી.

  • MSUમાં ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં વિવાદ
  • કેટલાક લોકો બુટ ચંપલ પહેરી મંદિરમાં જતા વિવાદ
  • હિન્દુ સંગઠનોએ સયાજીગંજ પોલીસ સ્ટેશમાં આપી અરજી

ગુજરાતી ફિલ્મ '3 એક્કા'ના પ્રમોશનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વડોદરામાં '3 એક્કા' ફિલ્મના પ્રમોશન વખતે ફિલ્મ પ્રમોટરો બુટ ચંપલ પહેરી મંદિરમાં જતાં વિવાદ સર્જાયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જે બાદ સયાજીગંજ પોલીસે વીડિયોના આધારે તપાસ તેજ કરી છે.

MS યુનિવર્સિટીમાં '3 એક્કા' ફિલ્મનું પ્રમોશન
પ્રાપ્ત વિગતો અનુસાર,  વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ '3 એક્કા'ના પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો પણ એમ.એસ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. 

ફિલ્મ પ્રમોટરો પગરખા પહેરી મંદિરમાં જતા વકર્યો વિવાદ
ફિલ્મના પ્રમોશન દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા શિવજીના મંદિરમાં ફિલ્મ પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. તો અન્ય કેટલાક લોકો પણ શિવજીના મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ લાલઘુમ થઈ ગયું હતું. 

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આકરા પાણીએ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે એનએસયુઆઈ પ્રમુખ સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથેની એક અરજી આપવામાં આવી છે. જેથી સયાજીગંજ પોલીસે વીડિયો ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

18 ઓગસ્ટે રિલીઝ થવાની છે ફિલ્મ
આપને જણાવી દઈએ કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જોવા મળશે. મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ '3 એક્કા' 18 ઓગસ્ટ, 2023એ રિલીઝ થવા જઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ