બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy arose over murals in the Salangpur Kastabhanjan Hanumanji temple

વિવાદ ક્યાં જઇને અટકશે? / 'જો ભીંતચિત્રો નહીં હટાવાય તો થશે કાયદેસર કાર્યવાહી', સાળંગપુર, કુંડળ, BAPS કાલાવડ સહિતના સ્વામિનારાયણ મંદિરોને ફટકારાઇ લીગલ નોટિસ

Malay

Last Updated: 02:07 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે રાજકોટના વકીલે સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS સ્વામિનારાયણ મંદિર કાલાવડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઈચાને નોટિસ મોકલી છે.

 

  • સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ
  • સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને નોટિસ આપી
  • રાજકોટના વકીલ રવિ રાઠોડે આપી નોટિસ
  • લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે નોટિસ આપી

Salangpur Temple Controversy: સાળંગુપર મંદિરમાં બનાવવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્યપ્રતિમાની નીચે કણપીઠમાં ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ભીંતચિત્રો હટાવવાની ઉગ્ર માંગણી કરી છે. ત્યારે હવે આ ભીંતચિત્રોને લઈને સાળંગપુર, કુંડળ, વડતાલ, પોચા, રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા મોકલવામાં આવી છે. 

વકીલ દ્વારા મોકલવામં આવેલી નોટિસમાં લખેલું છે કે, સાળંગપુર ખાતે ગત તા. 06/04/2023ના હનુમાન જયંતિના પર્વ પર શ્રી રામ ભક્ત હનુમાનજીની 54 ફુટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરેલ જે મુર્તિની નીચે ચારેય તરફ જે શ્રી રામ ભક્ત હનુમાનજીના ચિત્રો દર્શાવવામાં આવેલ છે, તેમજ યુટ્યુબના માધ્યમથી એનિમેશન સીરિઝ જે નીલકંઢ વર્ણીના જીવનકાળા દર્શાવવા માટે અપલોડ કરવામાં આવેલી છે, જેમાં સનાતન હિન્દુ ધર્મનું અપમાન થયેલ હોય, જે આવું કૃત્ય કરવાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચેલ છે અને સનાતન હિન્દુ ધર્મનો આપની સંસ્થા દ્વારા જે મજાક ઉડાવવામાં આવેલ છે, જેના લીધે આ નોટિસ આપવાની ફરજ પડેલી છે. 

'સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષ જૂનો'
આજથી આશરે 7000 વર્ષે પૂર્વે જ્યારે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કરવા પૃથ્વી પર જન્મ લીધેલો ત્યારે શ્રી રામ ભક્ત હનુમાનજીએ પણ જન્મ લીધેલ હતો, ત્યારે હનુમાનજી શ્રી રામના ભક્ત હતા. ભગવાન શ્રી રામની સાથે રહીને રાવણનો વધ કરીને માતા સિતાને લંકાથી અયોધ્યા પરત લાવેલા જે પુસ્તક રામાયણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. મહર્ષિ વાલ્મીકિ દ્વારા આ પુસ્તક લખાયેલું ત્યારથી સમગ્ર વિશ્વને રામાયણ અને પ્રભુ શ્રી રામ અને રામ ભક્ત હનુમાનજીની કથા વિશે માહિતી થયેલી. રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા, જ્યારે શ્રી રામભક્ત હનુમાનજી ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર છે. હિન્દુ સનાતન ધર્મ યુગો યુગોથી ચાલતો આવ્યો છે. જ્યારે આપનો સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા 200 વર્ષ જૂનો છે.

આજદિન સુધી કોઈ સંતે ભગવાન પાસે નથી કરાવી સેવા
સૌરાષ્ટ્ર તેમજ ભારત સંતોની ભૂમિ રહ્યું છે. જેમાં ઘણા સંતો મહંતો થઈ ગયા. પરંતુ આજદિન સુધી કોઈ સંતે ભગવાન પાસે સેવા કરાવેલ હોય તેવું બન્યું નથી કે બનશે નહીં. આપનો સંપ્રદાય છેલ્લા 200 વર્ષથી ભારતભરમાં કાર્યરત છે પણ આજદિન સુધી હિન્દુ ધર્મની લાગણી દુભાય એવું કૃત્ય એક પણ સાધુ સંત દ્વારા કરવામાં આવેલ નથી. એક માત્ર તમારા સ્વામિનારાયણ સંપ્રદાયએ સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરેલ છે. જેથી લાખો હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણી દુભાઈ હોય એવું કૃત્ય કરતા આપને આ નોટિસ આપવાની ફરજ પડેલ છે. આપના આ કૃત્યથી સોશિયલ મીડિયામાં પણ સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચેલ છે. એવું છેલ્લા ઘણા દિવસોથી ન્યૂઝ પેપરમાં તથા સોશિયલ મીડિયામાં પણ દેખાઈ આવેલ છે. 

ભીંતચિત્રો હટાવવાની કરાઈ માંગ
તેમણે કહ્યું કે, જો આ નોટિસ મળ્યે તુરંત સનાતન ધર્મ અને હિન્દુઓની લાગણી દુભાય એવા ચિત્રો, પોસ્ટરો કે મૂર્તિઓ આપ અને આપની કોઈ પણ સંસ્થા દ્વારા હટાવવામાં નહીં આવે તો  તમારી સંસ્થા સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. 

May be an image of The Trevi Fountain, the Brandenburg Gate and statue

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ