બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Controversial viral video of Bharatsinh Solanki reaches Congress High Command, Rahul Gandhi orders probe

કાતર ફરશે? / ભરતસિંહનો પતિ, પત્ની ઔર વોનો મામલો કોંગ્રેસ હાઈકમાન્ડમાં પહોંચ્યો, નેતાઓએ કહ્યું અમારી મહેનત પર પાણી ફરે છે

Vishnu

Last Updated: 07:37 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેના ઝઘડાનો વીડિયો વાયરલ થતાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રસ હાઈકમાન્ડને ફરિયાદ કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે

  • ભરતસિંહ સોલંકીના વાયરલ વીડિયોનો મામલો
  • ગુજરાતના નેતાઓએ ભરતસિંહ સોલંકીની કરી ફરિયાદ 
  • ભરતસિંહના કારણે મહેનત પર પાણી ફરતું હોવાની ફરિયાદ 

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પત્ની રેશ્મા પટેલને ભરતસિંહના ઘરે યુવતી જોવા મળતા પત્નીએ ભારે હોબાળો મચાવ્યો છે. વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને પત્ની વચ્ચે ભારે ઝપાઝપી થયેલી જોવા મળે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાયરલ વીડિયો કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે પહોંચ્યો પછી..
ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનો વાયરલ વીડિયો  કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે પહોંચ્યો છે. ગુજરાતના નેતાઓએ ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત પર પાણી ફરી રહ્યું છે. પાર્ટીની છબી ખરાબ થઈ રહી છે.ભરતસિંહ સોલંકી ના સુધરે તો રાજકારણ છોડે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.રાહુલ ગાંધીએ ગુજરાતના એક નેતાને ભરતસિંહને મળવા આદેશ કર્યો છે. મળીને સમગ્ર મામલે સાચી હકીકત આપવાનું જણાવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?
ભરતસિંહ સોલંકીના પત્નીએ VTV પર ખુલાસો કરતા જણાવ્યું કે, 'હું ભરતસિંહને સમજાવવા પહોંચી હતી. હું હજુ પણ મારા પતિને ચાહુ છું. હું ઇચ્છું છું કે મારા પતિ મારી સાથે પરત આવી જાય.  હું મારા પતિને ઘણા સમયથી શોધતી હતી. પછી મને ગઇ કાલે અચાનક ખબર પડી કે તેઓ આણંદ વિદ્યાનગર નજીક ઋતુરાજ આઇસક્રીમની દુકાન આગળ આઇસક્રીમ ખાતા હતા, ત્યારે બંનેને હું જોઇ ગઇ,  એટલે મે ગાડી ફોલો કરી અને પછી તે જ્યાં રહે છે, પેલી છોકરી સાથે હું ત્યાં ગઇ. ત્યાં હું ગઇ એટલે ઘરનો દરવાજો બંધ હતો. હું ચૂપચાપ ઉભી રહી અને પછી તેઓએ દરવાજો ખોલ્યો અને પછી હકીકતમાં તો હું તેમને સમજાવવા જ ગઇ હતી. મારી લાગણી હતી એટલાં માટે જ હું તેમને લેવા ગઇ હતી. પરંતુ ત્યાં થોડીક માથાકૂટ થઇ અને તેમને આવવાની ના પાડી. તેમને મારી સામે હાથ ઉગામવાની કોશિશ કરી, અને થોડીક માથાકૂટ થઇ, ઝપાઝપી થઇ ગઇ.'

એ માણસ વ્યભિચાર કરે છે એટલે કોંગ્રેસ પક્ષને પણ નુકસાન થઇ રહ્યું છે: રેશ્મા
અત્યારે મારી પાસે નથી ખાવાના પૈસા કે નથી મને કંઇ ભરણપોષણ આપતા, કશું જ નહીં. અને પેલી મહિલા સાથે જ્યાં રહે છે તેને બધું જ આપે છે, તેને ઘર પણ લાવી આપ્યું છે, તેને ખાવાપીવાની અને ગાડીની બધી જ સગવડ કરી છે. તો આજે હું તો એમની કાયદેસરની પત્ની છું, મારો અધિકાર છે અને તે આવી રીતે ઐયાશી કરે એ તો ના ચાલે ને. કંઇ પત્ની સહન કરી શકે? અને હું બધાને કહું છું, આખાય કોંગ્રેસ મોવડીમંડળને વિનંતી કરું છું, મે અનેક વાર ફરિયાદો પણ કરી છે કે એમને સમજાવે, પાછા લાવે. તેઓ પાછા લાઇન પર આવી જાય. કારણ કે એ માણસ વ્યભિચાર કરે છે એટલે કોંગ્રેસ પક્ષને પણ નુકસાન થઇ રહ્યું છે.'

પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી: ભરતસિંહ સોલંકી
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લાં 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાંકીય લેવડ દેવડ કરવી નહીં. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.'

મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા: રેશ્મા પટેલ
વધુમાં જણાવી દઇએ કે, રેશ્માબેન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મે તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરંતુ સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન  પટેલે આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ