બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming Curry Leaves To Get Relief From Mouth Ulcers

સ્વાસ્થ્ય / વારંવાર મોઢામાં છાલા પડતાં હોય તો બચાવ માટે મીઠો લીમડો છે સૌથી કારગર, જાણો કઈ રીતે કરશો ઉપાય

Pooja Khunti

Last Updated: 12:17 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Curry Leaves For Ulcers: પેટની ગરમી અથવા અન્ય કોઈ કારણથી મોઢામાં છાલા થઈ શકે છે. જેને ઠીક કરવા માટે તમે મીઠાં લીમડાનાં પાનનો ઉપયોગ કરી શકો.

  • બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક 
  • વજન ઘટાડવા માટે ફાયદાકારક 
  • પાચન તંત્રને સ્વસ્થ રાખે 

દરેક ઘરની અંદર મીઠા લીમડાના પાનનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવે છે. તેના ઉપયોગથી રસોઈ સ્વાદિષ્ટ બને છે. મીઠા લીમડાના પાનમાં મિનરલ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ, આયર્ન અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. મીઠા લીમડાના પાનનાં સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જેમકે ત્વચા, વાળ, પેટની સમસ્યા અને મોઢામાં થતાં છાલા માટે મીઠા લીમડાના પાન અસરકારક છે. ઘણી વાર મોઢામાં છાલા પડે છે. જેના કારણે ખાવામાં સમસ્યા થાય છે. આ સમયે મીઠા લીમડાના પાનનાં સેવનથી રાહત મળે છે.  

મોઢામાં છાલા 

મોઢામાં થયેલા છાલાથી રાહત મેળવવા માટે 10-12 મીઠા લીમડાના પાન સાફ કરી લો. હવે એક કઢાઈમાં પાણી સાથે આ પાનને ઉકળવા માટે રાખી દો. જયાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. એક કપડાંની મદદથી પાણીને ગાળી લો. હવે તમારે દર 2-2 મિનિટે એક-એક ઘૂટડો પાણીનો ભરીને કોગળા કરવાનાં છે. 2 થી 3 દિવસ દરરોજ 1-2 વાર આ પ્રક્રિયા કરવાથી રાહત મળશે. 

મોઢામાં છાલા પડવાના કારણો 

દાંતની ઇજાનાં કારણે મોઢાની અંદર છાલા થઈ શકે છે. 
ફન્ગલ ઇન્ફેકશનનાં કારણે મોઢામાં છાલા થઈ શકે. 
અન્ય કોઈ ખાવાની એલર્જીનાં કારણે પણ મોઢામાં છાલા થઈ શકે. 
વિટામિનની ઉણપનાં કારણે પણ મોઢાની અંદર છાલા થઈ શકે છે. 
પેટ સાફ ન થવાનાં કારણે અથવા વધુ પડતા મસાલાવાળો ખોરાક ખાવાનાં કારણે પણ મોઢામાં છાલા થઈ શકે છે. 
દાંતની સાફ સફાઇ ન થવાનાં કારણે પણ મોઢામાં છાલા થઈ શકે છે. 

મીઠા લીમડાના પાનથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ 

બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક 
શરીરનાં ઘાને જલ્દીથી રુજવવામાં મદદરૂપ 
શરીરમાં સોજો ઓછો કરવામાં ફાયદાકારક 
વજન ઘટાડવા માટે ફાયદાકારક 
ડાયાબિટીસને નિયંત્રિત કરે 
પાચન તંત્રને સ્વસ્થ રાખે 
હ્રદયને સ્વસ્થ રાખે 

ત્વચા માટે મીઠા લીમડાના પાનનાં ફાયદા 

ત્વચાનાં ખીલ દૂર કરે 
ત્વચાનાં ચેપથી બચાવે 
ત્વચા પરથી ડાઘ દૂર કરે 
શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે 
ત્વચાની ચમક વધારે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ