ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Constable Rohan Singh who was on duty at Gaikwad police station in Ahmedabad died tragically in an accident.
ADVERTISEMENT
ADVERTISEMENT
‘મમ્મી, ગરમ પાણી મૂક, આવીને નાહી લઉં છું’ તેમ કહીને ગયેલા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની લાશ ઘરે આવતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. મોતનો પેગામ ક્યારે અને કયા ટાઇમે આવી જાય છે તેની કોઇને ખબર હોતી નથી. કોન્સ્ટેબલ રિક્ષામાં બેસીને હોસ્પિટલમાં મેડિકલ રિપોર્ટ લેવા માટે જતો હતો ત્યારે તેણે મિત્રનું બુલેટ જોયું હતું. કોન્સ્ટેબલ રિક્ષામાંથી ઊતરીને મિત્રના બુલેટ પર નીકળ્યો હતો, જ્યાં માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરની અડફેટમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. કોન્સ્ટેબલના મોતથી પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ડમ્પર ફરી વળતા મોત
ADVERTISEMENT
હરિયાણાથી આરોપીને લઇ આવી રહેલા ભાવનગરના ચાર પોલીસ કર્મચારીઓનાં જયપુર હાઇવે પર રોડ અકસ્માતમાં કમકમાટીભર્યાં મોતના બીજા દિવસે નરોડા પાસે આવેલા એસપી રિંગરોડ ખાતે એક પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસ કર્મચારી બુલેટ લઇને જતા હતા ત્યારે ડમ્પરચાલકે તેમને અડફેટમાં લીધા હતા. પોલીસ કર્મચારી જમીન પર પટકાતાં ડમ્પર તેમના પર ફરી વળતાં ઘટનાસ્થળે મોત થયું હતું.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે રોહનસિંહ ઉદેસિંહ રાઠોડ ફરજ બજાવતા હતા, જેમનું અકસ્માતમાં મોત થયું છે. જાંબાઝ પોલીસ કર્મચારી બુલેટ લઇ નરોડા નજીક આવેલા એસપી િરંગરોડ પર જઇ રહ્યા હતા ત્યારે પુરઝડપે આવી રહેલા ડમ્પરચાલકે તેમને અડફેટમાં લીધા હતા. ડમ્પરની સ્પીડ એટલી વધારે હતી કે ચાલક બ્રેક મારે તે પહેલાં બુલેટને ટક્કર વાગી ગઇ હતી. રોહનસિંહ બુલેટ પરથી નીચે પટકાયા હતા ત્યારે ડમ્પરનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું, જેમાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.
અઠવાડિયા પહેલાજ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા
ADVERTISEMENT
રોહનસિંહના મૃત્યુના એક અઠવાડિયા પહેલાં જ તે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઇને ઘરે આવ્યો હતો. રોહનસિંહને કમળો થઇ જતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે મોતને હાથતાળી આપીને ઘરે પરત આવ્યો હતો. એક અઠવાડિયા સુધી ઘરે આરામ કર્યા બાદ હોસ્પિટલમાં રિપોર્ટ લેવા જતો હતો ત્યારે તેનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલાં રોહનસિંહના પુત્રનું પણ મોત થયું હતું અને દસ દિવસ પહેલાં તેનાં સાસુનું મોત થયું હતું.
મિત્રનું બુલેટ લઈને કોન્સ્ટેબલ ગયો હતો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રોહનસિંહને બુલેટનો શોખ હતો, જેથી તેણે એક બુલેટ પણ વસાવ્યું હતું. રોહનસિંહ હોસ્પિટલમાં એડિમટ હતો ત્યારે તેના બુલેટની બેટરી લો થઇ ગઇ હતી, જેથી તે ચાલુ થયું નહીં. બુધવારના દિવસે રોહનસિંહને ડ્યૂટી પર ચઢવાનું હતું, જેથી તે હોસ્પિટલથી ડોક્યુમેન્ટ લેવા માટે રિક્ષામાં ગયો હતો. રિક્ષામાં જતો હતો ત્યારે તેની નજર મિત્રના બુલેટ પર ગઇ હતી. રોહનસિંહ રિક્ષામાંથી ઊતરી ગયો હતો. ત્યાર બાદ મિત્રનું બુલેટ લઇને જતો હતો ત્યારે તેનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ