બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / congress will contest without cm face in rajasthan upcoming assembly elections

ચૂંટણી પ્રચાર / હારનો ડર કે બળવાનું શમન ! કોંગ્રેસે એકીસાથે ચાર મોટા નિર્ણય લઈને ચોંકાવ્યાં, રાજસ્થાન ચૂંટણી પર અણધાર્યું કર્યું

Hiralal

Last Updated: 05:12 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે દિલ્હીમાં રાજસ્થાન ચૂંટણીને લઈને એક મોટી બેઠક બોલાવી હતી જેમાં મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડવાનું એલાન કરાયું છે.

  • રાજસ્થાનમાં ચાલુ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી
  • કોંગ્રેસે દિલ્હીમાં યોજી મહત્વની બેઠક
  • બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય 

રાજસ્થાન કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ પર લગામ લાગી છે. આજે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય (એઆઈસીસી મુખ્યાલય) ખાતે મળેલી કોંગ્રેસની મહત્વની બેઠકમાં ચાર મોટા નિર્ણયો પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસનો સૌથી મોટો નિર્ણય તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાનો છે. બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે લીધેલા નિર્ણયોની જાણકારી આપી હતી. 

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પહેલી યાદી 
કેસી વેણુગોપાલે કહ્યું કે, ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. જોકે, સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે શાંતિ માટે કોઈ ફોર્મ્યુલા પર તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે પાર્ટી ચૂંટણી જીતવા માટે સક્ષમ ઉમેદવારને જ ટિકિટ આપશે. આ બેઠકમાં સામેલ નેતાઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે, જો પાર્ટીમાં એકતા હોય તો રાજસ્થાનની ચૂંટણી કોંગ્રેસ જીતી શકે છે. આ બેઠકમાં તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી તેમની જીતવાની ક્ષમતાના આધારે કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

બેઠક બાદ સચિન પાયલટે શું કહ્યું?
બેઠક બાદ કોંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે, બેઠકમાં તમામ મુદ્દાઓ પર સાર્થક, વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચા થઈ. અમારું સંગઠન, નેતાઓ, ધારાસભ્યો અને તમામ મંત્રીઓ સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું, "જેમ કે મેં હંમેશાં કહ્યું છે, અમારું લક્ષ્ય રાજસ્થાનમાં ફરીથી કોંગ્રેસની સરકાર કેવી રીતે બનાવવી તે છે.

બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે હાજર 
આ બેઠકમાં સામેલ થયેલા 29 નેતાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજસ્થાન પાર્ટીના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા અને પીસીસી ચીફ ગોવિંદ ડોટાસારા સામેલ હતા.

1. રાજસ્થાનમાં કોંગ્રેસનો કોઈ મુખ્યમંત્રીનો ચહેરો નહીં હોય. પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.

2. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના સભ્યોની નિમણૂક માટે નિયમો બનાવવામાં આવશે. પેપર લીક પર વિધાનસભામાં કાયદો આવશે.

3. રાજસ્થાનમાં આ વખતે ટિકિટ માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે.

4. હવે પાર્ટીમાં કોઈ નિવેદનબાજી નહીં થાય. સરકારના પ્રચારની સાથે સાથે પાર્ટીનો પ્રચાર પણ શરૂ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ