બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Congress MLAs said in the assembly, it seems like Mahabharata because Bavaliya-Raghavaji sitting in power are only Congressmen.

ગાંધીનગર / વિધાનસભામાં કોંગ્રેસ MLA બોલ્યા, મહાભારત જેવુ લાગે છે કારણ કે સત્તામાં બેઠેલા બાવળિયા-રાઘવજી કોંગ્રેસી જ છે

Vishal Khamar

Last Updated: 04:52 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે વિધાનસભામાં મહાભારત જેવું લાગે છે. વિધાનસભામાં મહાભારતની જેમ કોની સામે લડવાનું.

  • વિધાનસભામાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા 
  • વિધાનસભામાં ડૉ.સી.જે. ચાવડાનું નિવેદન
  • વિધાનસભામાં મહાભારત જેવું લાગે છે-સી.જે ચાવડા

 ગુજરાત વિધાનસભાના 11 માં દિવસે સવારે 10 વાગ્યે બે મહત્વની બેઠક મળી હતી. જેમાં પ્રથમ બેઠક વિધાનસભામાં સરકારે રજૂ કરેલ ગુજરાત વિનિયોગ વિધેયક બહુમતીનાં જોરે વિભાનસભા ગૃહમાં પસાર થયું હતું.  બપોર બાદ પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો હતો. આ પ્રશ્નોત્તરી કાળમાં લધુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોનાં મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

વિધાનસભામાં ડૉ.સી.જે. ચાવડાનું નિવેદન

આજે ગૃહમાં તમામ લોકો અમારા જ છે, મારે કોની સામે લડવું. 
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે વિધાનસભામાં મહાભારત જેવું લાગે છે. વિધાનસભામાં મહાભારતની જેમ કોની સામે લડવાનું. જ્યારે શાસક પક્ષમાં શાસક પક્ષમાં પણ રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, સીકે રાઉલજી, અલ્પેશ ઠાકોર, હાર્દિક સહીત અનેક કોંગ્રેસી નેતા છે. ત્યારે આ તો ધર્મની લડાઈ છે. એટલે લડવી તો પડે. આજે ગૃહમાં તમામ લોકો અમારા જ છે. મારે કોની સામે લડવું. 
માત્ર ડેરી કંઈ રીતે હડપવી એજ આવડ્યું -સી.જે.ચાવડા
વધુમાં સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર વેંચી વેંચીને બજેટમાં ખર્ચ કરવાની છે. તો અમાા માટે શું બાકી રાખે. કોંગ્રેસની સરકારમાં 500 કરોડના બજેટમાં કામો થયા છે. નદીઓ પર ડેમ બન્યા અને ખેડૂતનો ખેતર સુધી પાણી પહોંચાડતા હતા. 27 વર્ષના શાસનમાં એક નદીમાં એક ડેમ ન બનાવી શક્યા. જો તેમ બનાવ્યો હોય તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઉ. નવા જીલ્લા બનાવ્યા પણ નવી ડેરી તમે ન બનાવી શક્યા. માત્ર ડેરી કંઈ રીતે હડપવી એજ આવડ્યું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ