બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Congress leader threatens the judge who sentenced Rahul Gandhi

કાર્યવાહી ક્યારે? / આ કેવી માનસિકતા.! 'સત્તામાં આવશું તો જીભ કાપી નાખશું' રાહુલ ગાંધીને સજા આપનારા જજને કોંગ્રેસ નેતાની ધમકી

Vishal Khamar

Last Updated: 11:44 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુમાં કોંગ્રેસના નેતાએ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે તે જજની જીભ કાપી નાખશે. જેણે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. હવે કોંગ્રેસ નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

  • તમિલનાડુમાં કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન દરમ્યાન નેતાની જીભ લપસી
  • વિરોધ પ્રદર્શન દરમ્યાન કહ્યું જજની જીભ કાપી નાંખીશઃકોંગ્રેસના નેતા
  • સજા સંભળાવનાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મળી ધમકી 

 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજા બાદ તરત જ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ પછી કોંગ્રેસે તમામ રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો. સંસદથી રોડ સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા. હવે આ મામલામાં કોંગ્રેસના એક નેતાએ રાહુલ ગાંધીને સજા સંભળાવનારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના જજ એચએચ વર્માને ધમકી આપી છે.
તમિલનાડુના ડિંડીગુલમાં કોંગ્રેસની SC/ST પાંખ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કરી રહી હતી. દરમિયાન, પાર્ટીના જિલ્લા વડા મણિકંદને જણાવ્યું હતું કે કોંગ્રેસને જ્યારે સત્તા મળશે ત્યારે અમે  જસ્ટિસ એચ. વર્માની જીભ કાપી નાખીશું. જેમણે અમારા નેતાને સજા ફટકારી છે. 23 માર્ચે સુરત કોર્ટે અમારા નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 
કોંગ્રેસ નેતા સામે કેસ દાખલ
હવે કોંગ્રેસ નેતા મણિકંદન આ નિવેદન આપીને ફસાઈ ગયા છે. તમિલનાડુ પોલીસે તેની સામે ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ડિંડીગુલ પોલીસે તેના નિવેદનની તપાસ શરૂ કરી છે.
કર્ણાટકમાં પોતાની એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરનેમ ધરાવતા તમામ લોકો ચોર છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં કેસ દાખલ કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો અને 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના જજે તેને દોષિત ઠેરવ્યો અને બે વર્ષની સજા સંભળાવી. જો કે તેને તરત જ જામીન પણ મળી ગયા હતા.
દોષિત ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ
રાહુલ ગાંધીને સજા થતાં જ તેમનું લોકસભા સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ મામલે સંસદમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ કાળા કપડા પહેરીને સંસદમાં આવ્યા હતા. ચાર દિવસ પહેલા રાહુલ ગાંધી સજા રદ કરાવવા ગુજરાતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. હવે આ મામલે કોર્ટમાં 13 એપ્રિલે સુનાવણી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ