લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે ગણતરીની કલાકો જ બાકી છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ કલાક માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ આજે વારાણસીમાં સ્ટાર પ્રચારક તરીકે સભાઓ સંબોધશે. હાર્દિક પટેલ વારાણસીમાં 3 જુદી જુદી જગ્યાએ જાહેરસભાઓને સંબોધશે. પ્રધાનમંત્રીના ગઢમાં હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર અજપ રાયના સમર્થનમાં જાહેરસભાઓ સંબોધશે. આ ઉપરાંત વારાણસીમાં અલગ અલગ સમુદાયો સાથે મુલાકાત પણ કરશે.