બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Congress has given Jignesh Mevani a big responsibility for the Lok Sabha elections

રાજકારણ / લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જિગ્નેશ મેવાણીને સોંપી મોટી જવાબદારી, ગુજરાત નહીં આ રાજ્યોમાં કરશે કામ

Vishal Khamar

Last Updated: 10:56 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાર્ટીમાં ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરી છે. આ કમિટીમાં ગુજરાતનાં ધારાસભ્યને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

  • લોકસભા ચૂંટણી પહેલા કોગ્રેસ દ્વારા કલસ્ટર કમિટીની રચના કરાઈ
  • કોંગ્રેસ દ્વારા દેશને 5 ક્લસ્ટરમાં વહેંચી દીધો 
  • ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્યને સોંપાઈ મોટી જવાબદારી

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે તેની મહિલા પાંખ અને વિદ્યાર્થી પાંખના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાર્ટીમાં ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરી છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતના કોંગ્રેસ વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ,  કેરળ, લક્ષદ્રીપ તેમજ પુડુંચેરીની જવાબદારી સોંપવામાં આવી છે.  ત્યારે જીજ્ઞેશ મેવાણી બે ટર્મથી વડગામ બેઠક પરથી ચૂંટાઈને આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.  

વર્ષ 2017 થી રાજકારણમાં ઝંપલાવ્યું
વર્ષ 2017 ની વિધાનભા ચૂંટણી વખતે બનાસકાંઠા જીલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ દ્વારા જીજ્ઞેશ મેવાણીને ટેકો જાહેર કરી પોતાનો ઉમેદવાર હટાવી દીધો હતો. જે બાદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા. 

ખડગેએ ક્લસ્ટર આધારિત સ્ક્રીનીંગ કમિટીની રચના કરી 
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ક્લસ્ટર-આધારિત સ્ક્રીનીંગ સમિતિઓની પણ રચના કરી છે. આ માટે પાર્ટીએ દેશને 5 ક્લસ્ટરમાં વહેંચી દીધો છે.  


ક્લસ્ટર-1 

રાજ્યો- તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી
અધ્યક્ષ: હરીશ ચૌધરી
સભ્યો: વિશ્વજીત કદમ, જીજ્ઞેશ મેવાણી

ક્લસ્ટર-2 

રાજ્યો: આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓના
અધ્યક્ષ: મધુસૂદન મિસ્ત્રી
સભ્યો- સૂરજ હેગડે, શફી પારંબિલ

ક્લસ્ટર-3 

રાજ્યો: ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી
અધ્યક્ષ: રજની પાટીલ
સભ્યો: કૃષ્ણા અલ્લાવારુ, પરગટ સિંહ 

ક્લસ્ટર- 4 

રાજ્યો: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ
પ્રમુખ: ભક્ત ચરણ દાસ
સભ્યો: નીરજ ડાંગી, યશોમતી ઠાકુર 

ક્લસ્ટર-5 

રાજ્યો: બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ
અધ્યક્ષ: રાણા કે.પી. સિંઘ
સભ્યો: જયવર્ધન સિંહ, ઈવાન ડિસોઝા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ