બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Congress announced the second list of Lok Sabha candidates, stamped on 11 more names from Gujarat

લોકસભા 2024 / કોંગ્રેસે લોકસભા ઉમેદવારની બીજી યાદી કરી જાહેર, ગુજરાતના વધુ 11 નામો પર મહોર, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 10:24 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LOK SABHA ELECTION 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ આપી છે

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્રે જણાવીએ કે, ગુજરાતમાં અગાઉ સાત ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસે કરી હતી. જ્યારે આજે જાહેર થયેલી યાદીમાં કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. 

 

જુઓ કોને ક્યાં ટિકિટ મળી

પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર લડશે ચૂંટણી
સાબરકાંઠા બેઠક પરથી ડૉ. તુષાર ચૌધરી લડશે ચૂંટણી
આણંદ બેઠક પરથી અમિત ચાવડા લડશે ચૂંટણી
અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર લડશે ચૂંટણી
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સોનલ પટેલ લડશે ચૂંટણી
જામનગર બેઠક પરથી જે પી મારવિયા લડશે ચૂંટણી
ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી લડશે ચૂંટણી
પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ લડશે ચૂંટણી
દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવિયાડ લડશે ચૂંટણી
છોટાઉદેપુર બેઠક પરથી સુખરામ રાઠવા લડશે ચૂંટણી
સુરત બેઠક પરથી નિલેશ કુંબાની લડશે ચૂંટણી

અગાઉ આ 7 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ મળી 
અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ મળી પરંતુ તેમણે ઈન્કાર કર્યો છે
બારડોલીથી સિધાર્થ ચૌધરીને ટિકિટ મળી 
વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર
પોરબંદરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર
કચ્છથી નીતિશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર

વાંચવા જેવું: વલસાડમાં કોનો વાયરો? ધવલ પટેલ કે અનંત પટેલ, જ્ઞાતિ સમીકરણ ભલભલાને ભૂલા પાડે તેવુંજુઓ સમગ્ર લિસ્ટ


પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ગુલાબસિંહ ચૌહાણને ટિકીટ આપી છે. અત્રે જણાવીએ કે, ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે. ભાજપે આ બેઠક પર રાજપાલ જાધવને રાજકીય મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.  
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ