બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / compulsorily applicable in the country from January 1, 2023 due to Corona

એલર્ટ / કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ, મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી જાણકારી

Kishor

Last Updated: 03:48 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન સહિતના દેશોમાં વધતા કોરોનાના કેસોને લઇ કેન્દ્ર સરકાર એલર્ટ બની છે. જેના ભાગરૂપે કોરોનાનો પ્રકોપ છે તેવા 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે.

  • કોરોનાને લઈને સરકાર બની વધુ સતર્ક
  • 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો
  • 1 જાન્યુઆરી 2023થી થશે અમલવારી

ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન  વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી  અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે. 

કેન્દ્ર સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ
વિશ્વમાં વધતા કોરોનાના કેસને લઈ દેશમાં કોરોનાની વધુ એક લાહેરની આશંકા વર્તાઈ રહી છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. રાજ્ય સરકારએ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. રાજ્યમાં 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 2 લાખ કો-વેક્સિનનો જથ્થો મંજૂર કર્યો હતો, 2 લાખ કો-વેક્સિન પૈકી 1 લાખ કોવેક્સિનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.


વેકસીન માટે લોકોમાં જાગૃતિ

કોરોનના વધતા કેસને લઇ વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી છે. લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે પરંતુ હેલ્થ સેન્ટરો પર વેક્સિન હોવાથી લોકો વેક્સિન લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. નોંધનીય છે કે કોરોના સામે વેક્સિન જ રામ બાણ ઈલાજ છે. છેલ્લા એક સપ્તાહથી લોકો બુસ્ટર ડોઝ લેવા માટે જાગૃત બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ