બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Company post holder threatened in Rajasthans Jaipur

રાજસ્થાન / '15 લાખથી વધુ હિંદુ યુવતીઓનો ડેટા ઇસ્લામિક દેશોને વેચી દઈશું', જયપુરમાં અંડર ગાર્મેન્ટ્સ બનાવતી કંપનીને મળી ધમકી

Kishor

Last Updated: 11:50 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 લાખ હિંદુ છોકરીઓની માહિતી ઈસ્લામિક દેશોમાં મોકલી દેવાની દાટી મારી રાજસ્થાનના જયપુરમાં એક અંડર ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના પોસ્ટ હોલ્ડર પાસેથી રૂપિયા માંગ્યાનો મામલો બહાર આવ્યો છે.

  • રાજસ્થાનના જયપુરમાં કંપનીના પોસ્ટ હોલ્ડરને ધમકી
  • 82 હજાર રૂપિયાથી 1.23 લાખ રૂપિયાની માંગણી કરી
  • 15 લાખ હિંદુ છોકરીઓની માહિતી ઈસ્લામિક દેશોમાં મોકલી દેવાની ધમકી

ડિજિટલ યુગમા સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. જેમાં રાજસ્થાનના જયપુરમાં એક અંડર ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના પોસ્ટ હોલ્ડરને ધમકી મારી ખંડણી ઉઘરાવવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એક શખ્સે મેલ મોકલ્યો હતો. જેમાં કંપની પાસેથી 1000-1500 ડોલર એટલે કે 82 હજાર રૂપિયાથી 1.23 લાખ રૂપિયાની માંગણી કરવામા આવી હતી. એટલું જ નહીં જો રૂપિયા મોકલવામા નહિ આવે તો કંપનીની સાઈટ હેક કરીને 15 લાખ હિંદુ છોકરીઓની માહિતી ઈસ્લામિક દેશોમાં મોકલી દેવાની દાટી મારી હતી. બાદમાં રાજસ્થાન પોલીસને જાણ જરતા SOGએ આરોપી સંજય સોનીને દબોચી લીધો છે.

Tag | VTV Gujarati

15 લાખ યુવતીઓનો ડેટા ઇસ્લામિક દેશમાં મોકલવા....

અંડર ગારમેન્ટ્સ કંપનીના પોસ્ટ હોલ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવી જેની કંપની સાથે 92 લાખ મહિલાઓ જોડાયેલી છે. આ દરમિયાન હેકરે 24 એપ્રિલે કંપનીને મેઈલ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે તેણે તેમની કંપનીની 15 મહિલાઓનો ડેટા હેક કરીને વેચી મારવામાં આવશે. ત્યારબાદ આરોપીએ 16 મેં ના રોજ ટ્વીટ કરી 15 લાખ યુવતીઓનો ડેટા ઇસ્લામિક દેશમાં મોકલવામાં આવી રહ્યો છે. તેવું જણાવ્યું હતું. બાદમાં 25 મે ના રોજ કોલ કરીને રૂપિયાની માંગણી કરી હતી.

સાઈબર ક્રાઈમની ફરિયાદ માટે લોન્ચ થયો નવો હેલ્પલાઈન નંબર, સેવ કરી રાખજો આ  નંબર | home ministry issued new cyber crime helpline number


આરોપીનું નામ સંજય સોની છે

બીજી બાજુ આરોપીએ તેના ટ્વિટર પરથી ટ્વીટ કરીને હિંદુ યુવતીઓને સતર્ક રહેવાની ચેતવણી આપી હતી. આ સમગ્ર માહિતીને આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. જે આરોપીનું નામ સંજય સોની છે જે ઉદયપુરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગંભીર બાબતને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી સંજય સોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાને રાષ્ટ્રવાદી ગણાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ