બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Common Entrance Test' to be taken to get admission in Diploma to Degree in Gujarat

જાહેરાત / ગુજરાતમાં ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવવા લેવાશે 'કોમન એન્ટ્રન્સ ટેસ્ટ', જાણો રજિસ્ટ્રેશન સમય

Malay

Last Updated: 07:47 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગુજરાતમાં ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ડિગ્રીમાં એડમિશન માટે આપવી પડશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ.

  • ગુજરાતમાં હવે D2D માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
  • હવે ડિપ્લોમા ટુ ડિગ્રી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે
  • ફ્રેબ્રુઆરી 2024થી રજિસ્ટ્રેશન શરૂ થશે

ગાંધીનગર ખાતે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી ગુજરાતમાં ડિપ્લોમા ટુ ડિગ્રી એટલે કે D2Dમાં એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

વિવિધ બોર્ડનું મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં હતી જટીલતા 
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષથી ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, પ્રવેશ સમિતિ માટે બોર્ડ અને યુનિવર્સિટીની સંખ્યા વધુ હોવાને કારણે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં જટીલતા રહેતી હતી. જેથી દરેક યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઈને એક મેરીટમાં લાવવું શક્ય ન હતું. 

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં કયા નિર્ણયો લેવાયા? સ્કોલરશીપની મદદથી  વિદ્યાર્થીઓને મળશે ફાયદો, સંભવિત વાવાઝોડા પર સતત મોનીટરીંગ | A press ...
ઋષિકેશ પટેલ (રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી)

2024થી લેવાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
આ વિસંગતતા, અસ્પષ્ટતા અને અસંતોષ ટાળવા માટે અને તમામ એકસમાન મંચ પર તમામ અરજદાર વિદ્યાર્થીઓને લાવીને ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા વર્ષ 2024થી લેવાનો નિર્ણય કરાયો છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું હતું. 

જટિલતાનો અંત આવશે
વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, આ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન આગામી ફેબ્રુઆરી 2024થછી શરૂ કરવામાં આવશે.  ડિપ્લોમા ટુ ડિગ્રી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી વિવિધ બોર્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવાની જટિલતાનો અંત આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ