બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Commencement of Shivratri Mela held at Bhavnath foothills

જૂનાગઢ / હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠી ભવનાથ તળેટી: ધજારોહણ સાથ શરૂ થયો મેળો, શ્રદ્ધાળુઓનો ભયંકર ધસારો

Dinesh

Last Updated: 07:53 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સદીઓથી યોજાતા મહાશિવરાત્રીના મેળાનો આજે ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાયો, મેળાને લઈ શરૂ કરાઈ રાજકોટ-જૂનાગઢ વચ્ચે ટ્રેન

  • ભવનાથ તળેટીમાં યોજાતા શિવરાત્રી મેળાનો પ્રારંભ 
  • સાધુ-સંતો, પદાધિકારીઓની હાજરીમાં મેળો ખુલ્લો મુકાયો 
  • મહાશિવરાત્રીના મેળાને લઈ શરૂ કરાઈ ટ્રેન 

વિશ્વ પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સદીઓથી યોજાતા મહાશિવરાત્રીના મેળાનો આજે ધ્વજારોહણ સાથે પ્રારંભ થયો છે. આજે સવારે જૂના અખાંડા અને ભવનાથ મહાદેવ મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ સમયે ભવનાથ મહાદેવમંદિરના મહંત હરીગીરી મહારાજ મહામંડેલેશ્વર મહેન્દ્ર ગીરી, ઇન્દ્રભારતીબાપુ, શેરનાથબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ  ધ્વજારોહણ ભવનાથ મહાદેવ મંદિર ઉપર કરવામાં આવ્યું હતું ત્યારબાદ જૂનાગઢ અખાડા ઉપર ધર્મધ્વજ ફરકાવવામાં આવી હતી

જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો

આ વખતે જૂનાગઢમાં છે 4 દિવસનો શિવરાત્રી મેળો
છેલ્લા બે વર્ષથી કોરોનાને કરણે મેળો લિમિટેડ લોકો અને સાધુ સંતો માટે યોજાયો હતો પણ આ વખતે મેળો આમ પબ્લિક માટે છૂટ છે.  20 લાખ લોકો મેળામાં ઉમટી પડશે એવી ધારણા થઈ રહી છે. મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુ હોય છે મેળોમાં આ વખતે 5 દિવસને બદલે 4 દિવસ યોજાશે. શિવરાત્રીને દિવસે રાત્રિના નાગ સાધુની સહી રવાડી નિકળશે અને મધ્યરાત્રિના 12 વાગે શાહી સ્નાન કરી મહા આરતી બાદ મેળો પૂર્ણ થશે.

મેળાને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવાયો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવાયો છે. મેળાને લઈ રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન કરાઈ શરૂ કરવામાં આવી છે. આજથી 21 ફેબ્રુઆરી સુધી સ્પેશિયલ ટ્રેન દોડશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, 16 અને 20 તારીખ સિવાય તમામ દિવસોમાં મુસાફરોને આ ટ્રેનનો લાભ મળશે. રાજકોટથી સવારે 10.40 કલાકે ટ્રેન ઉપડશે જે બપોરે 12.45 કલાકે જૂનાગઢ પહોંચાડશે. જ્યારે જૂનાગઢથી બપોરે 3.30 કલાકે ટ્રેન ઉપડશે જે સાંજે 5.55 કલાકે રાજકોટ પહોંચશે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ