બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / CM Yogi ordered strict action regarding traffic rules

જાતિવાદ પર બ્રેક / વાહનો પર જાતિ સૂચક બોર્ડ લગાવ્યા તો ખેર નથી.!CM યોગીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ, જાણો વિગત

Kishor

Last Updated: 08:39 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં સર્કિટ હાઉસ ખાતે એક બેઠકમાં અધિકારીઓને કડક સૂચના આપી અને ગેરકાયદે વાહન પાર્કિંગ અને વાહન પર જાતિ વિષયક બોર્ડ મામલે પગલાં લેવા જણાવ્યું હતું.

  • ગેરકાયદે વાહન પાર્કિંગને લઈને આકરા પાણીએ યોગી
  • સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક
  • વાહન પર જાતી સૂચક બોર્ડ લગાવનાર વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગેરકાયદે વાહન પાર્કિંગને લઈને આકરા પાણીએ થયા છે. તેમણે ગુરુવારે વારાણસીમાં વિકાસ કાર્ય અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા મામલે એક બેઠક યોજી હતી. સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાઇ હતી. જેમાં અધિકારીઓને કડક સૂચના આપી અને ગેરકાયદે વાહન પાર્કિંગ અને ટ્રાંફિક નિયમ ભંગ મામલે પગલાં લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વાહન પર જાતી સૂચક બોર્ડ લગાવનાર વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવા અંગે તાકીદ કરી છે. બીજી બાજુ હોમગાર્ડ અને પીસીઆર જવાનોને પણ તાલીમ આપી ટ્રાફિક સરળ કરવામાં સહકાર લેવા જણાવાયું છે.

CM યોગીએ બતાવી માનવતા, કાફલાની પાછળ એમ્બ્યુલન્સ આવતી જોઈને જુઓ શું કર્યું |  cm yogi adityanath stopped convoy to let the ambulance pass first

ગેરકાયદેસર વાહનો ક્યાંય પણ ચાલવા જોઈએ નહીં!

અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર વાહનો ક્યાંય પણ ચાલવા જોઈએ નહીં! અને જાતિ સૂચક બોર્ડ લગાવનારને પણ કાયદાના પાઠ ભણાવો. આ ઉપરાંત શહેરોમાં ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ હેઠળ વધુ સિગ્નલો લગાવવાનું પણ તેઓએ જણાવ્યું હતું.વધુમાં અધિકારીઓને કડક સૂચના આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ચેઇન સ્નેચિંગ સહિતની ઘટનાઓને પણ ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે નાની ઘટનાઓ મોટી બનતી જાય છે પરિણામે શહેરની શાંતિ જણાય છે. ત્યારે શહેરના તમામ સીસીટીવી કાર્યરત હોવા જોઈએ અને ગેરકાયદે ખનન તથા વસૂલાત પર સખત નજર રાખી તે અટકે તે દિશામાં કાર્ય કરો.

ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરી દેવાની તાકીદ

સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હાલમાં ચાલી રહેલા વિકાસકામો અને બાંધકામ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ સંબંધિત વિભાગ અને અધિકારીઓને ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરી દેવાની ખાતરી કરવી જોઈએ.તેમજ પ્રજાની ફરિયાદને પ્રાથમિકતાના આધારે ઉકેલ લાવવા પણ તમામ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ