બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / CM Yogi Adityanath performs 'Jal Abhishek' with Kabul river water at Shree Ram Janmabhoomi

અયોધ્યા / રામજન્મભૂમિ માટે કાબુલથી આવ્યું પાણી, CM યોગી આદિત્યનાથે કર્યો રામલલ્લાનો અભિષેક

ParthB

Last Updated: 07:07 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનની પવિત્ર કાબુલ નદીનું જળ અર્પણ કર્યું હતું.

  • યોગી આદિત્યનાથે અફઘાનિસ્તાનથી મોકેલલા જળથી ભગવાનો અભિષેક કર્યો 
  • કાબુલ યુવતીએ આ પાણીથી ભગવાન પૂજા કરવાની વિનંતી કરી હતી
  • CM યોગીએ અયોધ્યા જતાં પહેલા કરી હતી જાહેરાત 

CM યોગીએ અફઘાનિસ્તાનથી મોકેલલા જળથી ભગવાનો અભિષેક કર્યો 

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અફઘાનિસ્તાનની બાળકી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા જળથી ભગવાન શ્રી રામનો જલાભિષેક કર્યો હતો. આ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને ભગવાન રામનો જલાભિષેક કર્યા બાદ સીએમ યોગીએ કહ્યું કે અફઘાનિસ્તાનથી ડરના પડછાયામાં એક છોકરીએ કાબુલ નદીનું પવિત્ર જળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યું હતું.

કાબુલની યુવતીએ આ પાણીથી ભગવાન પૂજા કરવાની વિનંતી કરી હતી

કહેવાય રહ્યુ છે કે, કાબુલ નદીનું પાણી મોકલનારી યુવતીએ પણ આ પાણીથી ભગવાન રામની પૂજા કરવાની વિનંતી કરી હતી. પીએમ મોદીના નિર્દેશ પર જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. સીએમ યોગીએ કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરના શિલાન્યાસ સમયે અમારો પ્રયાસ હતો કે દેશની તમામ પવિત્ર નદીઓનું પાણી અહીં અર્પણ કરવામાં આવે.સીએમ યોગીએ કહ્યું કે આ વાત યુવતીના મનમાં પણ આવી હશે. તેમણે અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરી અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં રહીને પણ લોકોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. ભગવાન શ્રી રામ તરફથી પાણી મોકલનાર છોકરીને શુભકામનાઓ. આ પહેલા યોગી આદિત્યનાથે અયોધ્યા જતા પહેલા લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

CM યોગીએ અયોધ્યા જતાં પહેલા કરી હતી જાહેરાત 

અયોધ્યા જતા પહેલા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હું હવે અયોધ્યા જવા રવાના થઈ રહ્યો છું. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની એક છોકરીએ કાબુલ નદીનું પાણી પીએમ મોદીને શ્રી રામ જન્મભૂમિને સમર્પિત કરવા માટે મોકલ્યું છે. કાબુલ નદીના પાણીની બોટલ બતાવતા સીએમ યોગીએ કહ્યું કે આ નાની શીશીમાં જે પાણી આવ્યું છે તેને મોકલનાર દીકરીની ભાવના સાથે હું અયોધ્યા જઈ રહ્યો છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ