બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CM Kejriwal reached jantar mantar to support wrestlers protest

Wrestlers Protest / હવે કેજરીવાલ પહોંચ્યાં પહેલવાનો પાસે, બોલ્યાં-2011માં આ જ જંતર-મંતર પરથી બદલાઈતી દેશની સરકાર

Vaidehi

Last Updated: 05:12 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલવાનોનાં પક્ષે હવે CM કેજરીવાલ પહોંચ્યા છે અને સંભવ મદદ કરવાનું એલાન પણ કર્યું છે.

  • પહેલવાનોનાં સમર્થનમાં પહોંચ્યાં CM કેજરીવાલ
  • કેજરીવાલે પહેલવાનો સાથે કરી મુલાકાત
  • કહ્યું સૌ રજા લઈને પહેલવાનોનાં સમર્થનમાં આવી જાઓ

CM કેજરીવાલે જંતર-મંતરમાં કહ્યું કે તમામ લોકો આ પહેલવાનોનાં સમર્થનમાં રજા લઈને આવી જાઓ. આ બાળકોએ દેશનું નામ એટલા માટે રોશન કર્યું હતું કે તેમને આ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે? 

'પહેલવાનો દેશની ખેલ વ્યવસ્થા અહીંથી જ બદલશે' 
CM કેજરીવાલે દિલ્હીનાં જંતર-મંતર પ્રદર્શન કરી રહેલા પહેલવાનો સાથે મુલાકાત કરી. ગઈકાલે AAPનાં નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશી આ સ્થળે પહોંચ્યાં હતાં. કેજરીવાલે કહ્યું કે' જંતર-મંતરથી 2011માં દેશની સરકાર બદલી ગઈ છે. તેમણે કહ્યું કે આ જગ્યા ઘણી પવિત્ર છે. 2011માં અમે અહીંથી જ આંદોલનની શરૂઆત કરી હતી અને દેશની રાજનીતિ બદલાઈ ગઈ હતી. પહેલવાનો દેશની ખેલ વ્યવસ્થા અહીંથી જ બદલશે.'

ભારતનું ખેલજગત પણ આવ્યું સમર્થનમાં

ભારતીય કુશ્તી મહાસંઘ WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ પર કથિત ધોરણે એક સગીરા સહિત 7 મહિલા પહેલવાનોનાં યૌન શોષણની ફરિયાદ કરવામાં આવી છે. હવે આ પહેલવાનોનાં સપોર્ટમાં સમગ્ર ભારતીય ખેલજગત આવી ગયું છે. સાનિયા મિર્ઝા, નિરજ ચોપડા, હરભજન સિંહ, પી.ટી.ઊષા જેવા અનેર ખેલાડીઓ આ પહેલવાનોનાં સમર્થનમાં આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ