બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / CM bhupendra Patel will leave for air observation of the rain affected areas of saurashtra

રાજ્ય / સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ: CM ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરવા નીકળ્યા, જુનાગઢ સર્કિટ હાઉસ રિવ્યુ મીટીંગ પણ કરશે

Vaidehi

Last Updated: 11:27 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગાંધીનગરથી રવાના થયાં

  • રાજ્યમાં વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારનું કરાશે નિરીક્ષણ
  • CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌરાષ્ટ્રનાં પ્રભાવી વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે
  • જુનાગઢ ખાતે બપોરે ૧:૦૦ વાગ્યે રિવ્યૂ મીટિંગ કરશે

સૌરાષ્ટ્ર વરસાદ ના સમાચાર - ગુજરાતમાં વરસાદને લીધે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયાં છે ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.  ૨૧ જુલાઈ એટલે કે આજે સવારે  ૧૧ કલાકે નિકળીને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ કરશે.હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યા પછી મુખ્યમંત્રીશ્રી જુનાગઢ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સર્કિટ હાઉસ ખાતે સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ પણ યોજવાના છે. મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાશે.

છેલ્લા 4 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ
છેલ્લા 4 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે.  રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સાડા 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે કલ્યાણપુરમાં સવા 3 ઈંચ, પોરબંદરના રાણાવાવ અને માં પોણા જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ક્યાં કેટલો વરસાદ?
ખંભાળિયા- સાડા 3 ઈંચ 
કલ્યાણપુર- સવા 3 ઈંચ 
રાણાવાવ-પોણા 2 ઈંચ
જૂનાગઢ પોણા 2 ઈંચ વરસાદ 

24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 9.1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પોરબંદરમાં 6.4 ઇંચ અને કેશોદમાં 6.1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળીયા, માણાવદરમાં 5 ઇંચ, માંગરોળ, અબડામાં 5 ઇંચ વરસાદ, જામકંડોરણા, ધ્રોલ, જામજોધપુરમાં પોણાં પાંચ ઇંચ, કલ્યાણપુર, મહુવા, ધોલેરા, વંથલીમાં, ઉપલેટામાં 4 ઇંચ, અમરેલી, કોટડા સાંગાણી 3.5 ઇંચ, ભચાઉ, ધોરાજી, ખંભાત, ગોંડલ, માળીયા હાટીના 3 ઇંચ અને મેંદરડા, સિંહોરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ