બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / CM Bhupendra Patel visited Sri Ramlala in Ayodhya

અયોધ્યા / CM ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં શ્રીરામલલાના દર્શન કર્યા, હનુમાન ગઢીમાં કરી પૂજા: ગુજરાત ટુરિઝમ ઓફિસનું પણ કરશે ઉદ્ઘાટન

Vishal Khamar

Last Updated: 04:53 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અયોધ્યા પ્રવાસે છે. વિદેશ પ્રવાસ પહેલા ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રામ લલ્લાની પૂજા કરી હતી. તેમજ ત્યાર બાદ મંદિર નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે
  • અયોધ્યામાં મુખ્યમંત્રીએ રામ લલ્લાની પૂજા કરી
  • પૂજા કર્યા બાદ મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણનું નિરીક્ષણ કર્યું

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જાપાના પ્રવાસ પહેલા ભગવાન શ્રી રામના દર્શને અયોધ્યા પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 9:30 વાગ્યે રામકથા પાર્ક હેલિપેડ પર ઉતર્યા છે. ત્યાર બાદ તેમણે હનુમાન ગઢીમાં દર્શન કર્યા છે. તેમજ મુખ્યમંત્રીએ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાની પૂજા કરી છે. આ સાથે CMએ અયોધ્યામાં ઉત્તરપ્રદેશ સરકારે અનેક રાજ્યો અને દેશ માટે ફાળવેલી જગ્યા પર નિર્માણ પામના ગુજરાતી ભવનની સમીક્ષા કરી છે. અયોધ્યામાં બનેલી ગુજરાતની ટુરિઝમ ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ઉત્તરપ્રદેશ સરકારે ફાળવેલી ગેસ્ટ હાઉસ અને ભવનની જમીન નવી અયોધ્યામાં આવેલી છે. ત્યા જઈને CMએ જમીનનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી 7 અધિકારીઓ સાથે વિદેશ પ્રવાસે જશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.  વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ બે દેશોના પ્રવાસે જશે. જેમાં એક જાપાન તો બીજો દેશ છે સિંગાપોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સિનિયર IAS અધિકારીઓ પણ વિદેશ પ્રવાસે જશે. તારીખ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસ કરશે. જ્યાં તેઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.

27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન-સિંગાપોરના પ્રવાસે
વધુમાં જણાવી દઇએ કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યું છે. તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CMના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ જોષી, ઉદ્યોગ- ખાણ વિભાગના ACS એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ટ પ્રતિનિધી, દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ CMના અંગત મદદનીશ નીલ પટેલનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં મૂડી રોકાણ માટે કરશે પ્રોત્સાહિત
એક ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલું હાઈ લેવલ ડેલિગેશન તારીખ 27થી 30 નવેમ્બર દરમ્યાન જાપાનની મુલાકાત લેશે. બાદમાં પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે. ગુજરાતનું ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેક્નોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેક્નોક્રેટ અને મુડીરોકાણકર્તાઓને જાન્યુઆરીમાં યોજનાર વાઈબ્રન્ટ સમિટમાં પધારવા તેમજ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે, આમંત્રણ આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ