બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / CM Bhupendra Patel on a 2-day tour of Varanasi-Kashi from Monday, find out what the program is

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલ સોમવારથી વારાણસી-કાશીના 2 દિવસીય પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ

Mehul

Last Updated: 10:51 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં વારાણસીમાં મળી રહેલી ભાજપ સાશિત રાજ્યોના મુખ્યમંત્રીની પરીષદમાં ઉપસ્થિત રહેશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.સોમ-મંગળ બે દિવસનો પ્રવાસ

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વારાણસીમાં 
  • સોમ-મંગળવારે જશે ઉત્તરપ્રદેશના પ્રવાસે 
  • સચિવાલયમાં નહિ મળી શકે મુખ્યમંત્રી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. 13 ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે. તેઓના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે કે 13 અને 14મી ડિસેમ્બરે સામાન્ય નાગરિકો-પ્રજાજનો મુલાકાતીઓને ગાંધીનગરમાં મળી શકશે નહીં.  મુખ્યમંત્રી આ બે દિવસોએ વારાણસી-કાશીમાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદમાં સહભાગી થવા જવાના છે. 

સંતો-મહંતોની પણ ઉપસ્થિતિ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારણસી ખાતે 'દિવ્ય કાશી, ભવ્ય કાશી' કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમની ઉજવણી ગુજરાતમાં પણ યોજાવાની છે. રાજ્યના 25 હજાર જેટલા શિવાલયોમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ઉતરપ્રદેશ સરકાર દ્વારા સાધુ સંતો માટે આયોજન કરી રહ્યા છે. ભવ્ય કાર્યક્રમમાં દેશભરના સાધુસંતો વારાણસીમાં હાજર રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં હાલ 48 સંતો હાજરી આપે  તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી 15 જેટલા સાધુસંતો વારાણસી જતાં ખુશી વ્યકત કરી હતી.

આ સંતોની ઉપસ્થિતિ 

નૌતમ સ્વામી 
ચૈતન્યશંભુ મહારાજ 
દિલીપદાસજી મહારાજ 
અખિલેશદાસ સ્વામી  સહિતના સંતો-મહંતો વારાણસીમાં ઉપસ્થિત રહેશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનોલોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.  
આવતીકાલના કાર્યક્રમને લઈને કેટલાય દિવસથી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.આખી કાશી નગરીની કાયાપલટ કરવામાં આવી છે અને હવે બસ આવતીકાલે લોકાર્પણ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે અનેક સંતો અને મહંતો કાર્યક્રમમાં હાજર રહેવાના છે, 12 જ્યોતિર્લિંગ અને 51 સિદ્ધપીઠોનાં પૂજારીઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીના હસ્તે આવતીકાલે કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 

કરોડોના કોરિડોરનો લોકાર્પણ 

નોંધનીય છે કે વર્ષ 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તે બાદ આજનું કાશી વિશ્વનાથ મંદિર તદ્દન અલગ જ લાગી રહ્યું છે.હવે ગંગાઘાટ સીધા જ પરમેશ્વર મહાદેવના દર્શન થઈ શકશે, આખા કોરિડોરમાં 125 નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે.શ્રી કાશી વિશ્વનાથ મંદિરનાં કાર્યપાલક સમિતિનાં અધ્યક્ષ દિપક અગ્રવાલે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, સદીઓ પછી કાશી વિશ્વનાથ મંદિરણો જીર્ણોદ્ધાર થયો છે. લોકો સૈકાઓ સુધી આ કામને યાદ કરશે. 

લોકોના ઘરે ઘરે અપાશે પ્રસાદ, જગમગી ઉઠશે મહાદેવની નગરી 

આટલું જ નહીં 14, 15 અને 16 ડિસેમ્બરે વારાણસીનાં દરેક ઘરમાં મહાદેવનો વિશેષ પ્રસાદ અને એક પુસ્તક પહોંચાડવામાં આવશે.લોકોના ઘરે ઘરે અપાશે પ્રસાદ, જગમગી ઉઠશે મહાદેવની નગરી આટલું જ નહીં 14, 15 અને 16 ડિસેમ્બરે વારાણસીનાં દરેક ઘરમાં મહાદેવનો વિશેષ પ્રસાદ અને એક પુસ્તક પહોંચાડવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ