બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Clear weather in Ahmedabad but bowlers will get help due to fog

વેધર રિપોર્ટ / વર્લ્ડકપ ફાઇનલ: અમદાવાદમાં મોસમ સાફ પણ ઝાકળના કારણે બોલર્સને મળશે મદદ, ટોસ થઈ જશે મહત્વપૂર્ણ

Kishor

Last Updated: 08:10 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 નવેમ્બરે અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાનું છે.

  • ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે હવામાન વિભાગની આગાહી
  • અમદાવાદમાં મોસમ સાફ પણ ઝાકળના કારણે બોલર્સને મળશે મદદ 
  • 19 નવેમ્બરે અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચનો મહામુકાબલો ખેલાશે. જેને લઈને લઈને ક્રિકેટ પ્રેમીઓની આતુરતા અસમાનને આંબી રહી છે. આ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત સહિત અનેક ભાગોમાં માવઠું ત્રાટકે તેવી આગાહી પણ વ્યક્ત કરી છે. ત્યારે આ વર્લ્ડ કપના જંગમાં વરસાદ વેરી બનશે તો? અંગે ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગની શુ છે આગાહી? જાણો વિસ્તારથી! 

મેચ દરમિયાન વરસાદ પડશે?

 અમદાવાદના હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલ સત્તાવાર માહિતી અનુસાર હવામાન વિભાગે 19 નવેમ્બરના રોજ થોડી રાહત અને થોડી ચિંતા પણ વધારી છે. સાત્તાવાર માહિતી અનુસાર 19 નવેમ્બરે અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીની નજીક રહેશે. લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.વધુમાં હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ દિવસે વરસાદની કોઈ સંભાવના નથી.એટકે કે આ પુરી મેચમાં વરસાદ વેરી બનશે નહિ. 

હવામાન વિભાગ ડરી ગયું?
આ રાહત રૂપ આગાહી વચ્ચે હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતાઓ નથી પરંતુ મેચ શરૂ થયા બાદ સૂર્યાસ્ત થતા જ મેદાન પર ઝાકળ વર્ષા શરૂ થઈ શકે છે. જેને લઈને એ સ્પષ્ટ છે કે ખેલાડીઓને બીજી ઇનિંગ્સ દરમિયાન બેટિંગ કરવી મુશ્કેલ બની શકે છે. તો બીજી ઈનિંગ દરમિયાન બોલિંગમાં આ ઝાકળ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં, આ મેચમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહેશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ