બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Clarification on hit and run in Ahmedabad Bhopal

અમદાવાદ / બોપલમાં હિટ એન્ડ રન મામલે સૌથી મોટો ખુલાસો, કાર માલિકના દારૂની પાર્ટી માણતા ફોટો વાયરલ થતાં ખળભળાટ

Dinesh

Last Updated: 09:28 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન મામલે ખુલાસો; કાર માલિક મયુર પટેલના પાર્ટી કરતા ફોટો આવ્યા સામે, બોપલ પોલીસ શોધખોળ હાથ ધરી

  • અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન મામલે ખુલાસો
  • કાર માલિક મયુર પટેલના પાર્ટી કરતા ફોટો આવ્યા સામે
  • મયુર પટેલે અકસ્માત પહેલા કરી હતી પાર્ટી-સૂત્ર


અમદાવાદના બોપલ ઘુમા રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કાર ચાલક મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં આવી ગયો હતો અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધો હતો. જેનાથી ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ થયું હતુંસ ત્યારબાદ આ કાર ઝાડીમાં જઈને ફસાઈ ગઈ હતી. જે કારમાં દારૂની બોટલો પડી હોવાનું લોકોએ જણાવ્યું હતું. જે બાદ તે કારના માલિક મયુર પટેલના દારૂની પાર્ટી કરતાના ફોટા સામે આવ્યા છે. 

બોપલમાં હિટ એન્ડ રન મામલે મોટો ખુલાસો
અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન મામલે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. કાર માલિક મયુર પટેલના પાર્ટી કરતાના ફોટો આવ્યા સામે આવ્યા છે. મયુર પટેલ મિત્રો સાથે દારૂની પાર્ટી માણતા હોવાના ફોટો વાયરલ થયા છે. મયુર પટેલે અકસ્માત પહેલા પાર્ટી કરી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. આરોપી મયુર પટેલની બોપલ પોલીસ શોધખોળ કરી રહી છે. 

બોપલ ઘુમા રોડ પર હિટ એન્ડ રનનો કેસ
બોપલ ઘુમા રોડ પર આવેલા લાલ ગેબી આશ્રમ પાસે વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ સર્જાયો છે. પુરઝડપે આવેલી કાર મુખ્ય રોડથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી અને ત્યાં મેદાનમાં કસરત કરી રહેલા કાળુભાઇ રાખોલીયાને અડફેટે લીધા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે રોડથી પચીસ ફૂટ અંદર ઝાડીઓમાં જતી રહી હતી જોકે કાળુભાઇ સાથે RSSની શાખામાં આવનાર લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કારમાં ફસાયેલા લોકોને બચાવવા તમામ લોકો દોડ્યા પણ ઝાડીમાં ગાડી ઘુસી જતા અંદર રહેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કઢાયા હતાં. લોકોનો આરોપ હતો કે કાર ચાલક અને તેની સાથેના લોકો ગાડી મૂકી ફરાર થઇ ગયા કેમકે અંદર દારૂની બોટલો પડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ