બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Clarification of the government on the issue of rally, meeting and procession after Gujarat HC order

સુનાવણી / ગુજરાત HCના આદેશ બાદ રેલી, સભા અને સરઘસ મુદ્દે સરકારની સ્પષ્ટતા, પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી હોવાનું પણ સ્વીકાર્યું

Malay

Last Updated: 01:29 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે. રાજ્ય સરકારે કહ્યું છે કે, 96,194 જગ્યાઓમાંથી 73000 જેટલા પદો પર ભરતી કરાઈ છે.

 

  • રાજ્ય સરકારે HCમાં દાખલ કરી એફિડેવિટ
  • પોલીસ વિભાગમાં 22000 જેટલી જગ્યાઓ ખાલી: સરકાર
  • 21 ઓગસ્ટના હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે

પોલીસને લગતી બાબતોને લઈ SCના આદેશ અનુસાર સુઓમોટો અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ડૉ.અતુલ ચગ આપઘાત કેસઃ આજે ગુજરાત  હાઈકોર્ટમાં સુનાવણી, ડૉ.ચગના પરિવારે પોલીસ સુપ્રીમકોર્ટના આદેશનું પાલન ન  કરતી ...

હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
સરકારે એફિડેવિટમાં જણાવ્યું છે કે, રેલી, સરઘસ અને સભા માટે પણ દિશાનિર્દેશો જાહેર કરાયા છે. અરજદારની માગ પર હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે રેલી, સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામુ પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે ઓગસ્ટ મહિના સુધીમાં રાજ્ય સરકારને એડિશનલ એફિડેવિટ ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે 21 ઓગસ્ટના હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો પહોંચ્યો HCમાં
આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર 9 માર્ચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ વિભાગની ખાલી જગ્યાઓને લઈને રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા હતા.

ગુજરાતમાં 53 PIની પોલીસ વડા એ અલગ-અલગ જિલ્લાઓમાં કરી બદલી | gujarat police  inspector transfer in different city

હાઈકોર્ટના સવાલ પર સરકારનો જવાબ
જેના પર સરકારે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યાવાહી ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. 

HCએ આપ્યો હતો આ આદેશ 
રાજ્ય સરકારના આદેશ બાદ હાઈકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો. પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કર્યું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ