બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Civil- Ban on use of mobile phones in cancer hospitals

અમદાવાદ / ચોરીછૂપી પકડી ગઈ.! કેન્સર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગઃ 25થી વધુ કર્મચારી મોબાઈલ ફોન સાથે ઝડપાયા

Dinesh

Last Updated: 09:50 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલના એક હજારથી વધુ કર્મચારીઓના મોબાઈલ ઉપયોગ પર રોક લગાવી હતી, હજુ પણ કેટલાક કર્મચારીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોવાની શક્યતા

  • સિવિલ- કેન્સર હોસ્પિટલમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ 
  • ફોન વાપરનાર કર્મચારીઓને નો‌ટિસ બજાવીને વો‌ર્નિગ દેવાઈ
  • કર્મચારીઓ સતત મોબાઇલ ઉપર વ્યસ્ત રહેતા લેવાયો હતો નિર્ણય


અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ ‌રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ)ના વર્ગ-ચારના એક હજારથી વધુ કર્મચારીઓના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડ્યાએ લીધેલા આ નિર્ણયની કર્મચારી ઐસીતૈસી કરી રહ્યા છે અને ચોરીછૂપે મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું, જેમાં 25થી વધુ કર્મચારીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તમામ કર્મચારીઓને નો‌ટિસ બજાવીને વો‌ર્નિગ આપી દેવાઇ છે. 

મોબાઇલ ફોન મળશે તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે
કેન્સર હોસ્પિટલમાં વર્ગ-ચારના કર્મચારીઓ મોબાઇલ ફોનનો ચોરીછૂપે ઉપયોગ કરતા હોવાની મા‌હિતી ડાયરેક્ટર અને તેમની ટીમને મળી હતી. મા‌હિતીના આધારે હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રપથી વધુ કર્મચારીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગ શરૂ થતાંની સાથે જ કેટલાક કર્મચારીઓએ પોતાના મોબાઇલ ફોન ‌સ્વિચઓફ કરીને સંતાડી દીધા હતા. હોસ્પિટલમાં આઉટસો‌ર્સંગનો કોન્ટ્રાક્ટ રાજદીપ એન્ટરપ્રાઇઝના હાથમાં છે. રાજદીપ એન્ટપ્રાઇઝમાં નોકરી કરતા અને કેન્સર હોસ્પિટલના સુપરવાઇઝર પીયૂષભાઇએ જણાવ્યું છે કે જે કર્મચારીઓ પાસેથી મોબાઇલ ફોન મળ્યા હતા તેમને નો‌ટિસ બજાવવામાં આવી છે. હવે જો તેમની પાસેથી મોબાઇલ ફોન મળશે તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. 

રાજદીપ એન્ટરપ્રાઇઝ
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ આવેલી છે, જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આઉટસો‌સ્રિગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પીઆરઓથી લઇને હાઉસકી‌પિંગના એક હજારથી વધુ કર્મચારીઓ રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં નોકરી કરે છે. દર્દીઓને તમામ પ્રકારની સુવિધા આપવાની તેમજ તેમનું ધ્યાન રાખવાની જવાબદારી રાજદીપ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓની હોય છે. કેન્સર હોસ્પિટલમાં વર્ગ- ચારના કર્મચારીઓ પોતાનું કામ સરખી રીતે નહીં કરતા હોવાના અનેક આરોપ ઊઠ્યા હતા.

ચોરીછૂપે મોબાઇલ ફોનનો ઉપયોગ
હોસ્પિટલમાં નોકરીના સમય દરમિયાન હાઉસકીપિંગના કર્મચારીઓ તેમજ સર્વન્ટ સતત મોબાઇલ ફોન ઉપર વ્યસ્ત રહેતા હોય છે, જેના કારણે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્સર હોસ્પિટલમાં રાજદીપ એન્ટરપ્રાઇઝના નેજા હેઠળ કામ કરતા અંદા‌જિત એક હજારથી વધુ કર્મચારીના મોબાઇલ ફોનના ઉપયોગ પર રોક લગાવી દેવાઇ હતી. ડાયરેક્ટરે શશાંક પંડ્યાએ આ આદેશ માત્ર વર્ગ-ચારના કર્મચારી માટે જ આપ્યો હતો. કેન્સર હોસ્પિટલમાં જ્યારે કર્મચારીઓ નોકરી પર આવે ત્યારે તેમણે પોતાનો ફોન ‌સ્વિચ ઓફ કરી દેવાનો રહેશે અથવા તો તેમના ઘરે કે મિત્રવર્તુળમાં મોબાઇલ આપી દેવાનો રહેશે તેવો નિર્ણય હતો. કર્મચારીઓ હજુ ચોરીછૂપે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

મહિલા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકી
સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા કર્મચારી ‌રિસેસના સમય દરમિયાન હોસ્પિટલના કેમ્પસની બહાર જમવા માટે ગઇ હતી, જેની જાણ રાજદીપ એન્ટરપ્રાઇઝના સત્તાધીશોને થતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. સામાન્ય રીતે રિસેસના ટાઇમને ઓફિસના સમયમાં ગણવામાં આવતો નથી, જ્યારે બપોરે રિસેસ પડી હતી ત્યારે મહિલા કર્મચારી જમવા માટે હોસ્પિટલ કેમ્પસની બહાર ગઇ હતી. આ વાતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તેમણે મહિલા કર્મચારીનો ખુલાસો માગ્યા વગર કાઢી મૂકી હતી. મહિલા કર્મચારી સાથે કિન્નાખોરી રખાઈ હોવાના આરોપ ઊઠતાં કર્મચારીઓ ગિન્નાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ