બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CID Crime raids on illegal chemical factory at dasada surendranagar

રેડ / સુરેન્દ્રનગરના દસાડા પંથકમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી પર CID ક્રાઈમના દરોડા, આરોપીઓ વિરૂદ્ધ કરાઇ આ કાર્યવાહી

Dhruv

Last Updated: 10:05 AM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના દસાડા પંથકમાં CID ક્રાઇમે દરોડા પાડ્યા. કેમિકલયુક્ત પાણીથી જમીનને નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ કરવામાં આવી હતી.

  • સુરેન્દ્રનગરના દસાડા પંથકમાં CID ક્રાઇમની કાર્યવાહી
  • કેમિકલયુક્ત પાણી નાખી જમીનને નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ
  • કલરકામ કરવાનો પાઉડર બનાવવા કેમિકલ પ્રોસેસ માટે પાણી ભેગું કરતા

ફરિયાદ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સોશિયા ગામની સીમમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી ચાલતી હોવાનું તેમજ કેમિકલ પ્રોસેસ થયા વગરનું પાણી સીમમાં ઠાલવી જમીનને નુકસાન પહોંચાડતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તુરંત ટીમે ત્યાં જઇને દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી ડાંગરવા ગામના પંકજ પટેલ અને મહેસાણાના સાકીર ઘાંચી ઝડપાતા તેઓની સામે ગુનો નોંધાયો.

કેમિકલ પ્રોસેસ કરેલું કેમિકલયુક્ત પાણી હોજમાં નાખતા આસપાસની જમીનને નુકસાન

પૂછપરછમાં બંનેએ ભાગીદારીમાં સધી ઇન્ડસ્ટ્રીઝના નામથી ડાઇઝ કલર બનાવવાનો પાઉડર બનાવતા હોવાનું જણાવ્યું હતું. આથી બંને પાસે ફેક્ટરીના કાગળો માંગતા તેઓની પાસે કોઇ પણ લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું. માત્ર એટલું જ નહીં ગેરકાયદેસર ફેક્ટરી પાસે કોઇ CCTV કેમેરા પણ લગાડવામાં ન હતા આવ્યા. દરમિયાન રાત્રીનો સમય હોવાથી બીજા દિવસે સુરેન્દ્રનગરના GPCB વિભાગને જાણ કરી હતી. GPCB વિભાગની તપાસમાં ફેક્ટરી પાસે સો બાય સોનો એક હોજ મળી આવ્યો હતો. 33 મીટર આ ઊંડા હોજમાં ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીને ઠલવવામાં આવતું. તંત્રએ હોજમાંથી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇને પંચનામું કર્યું હતું. કેમિકલ પ્રોસેસ કરેલું કેમિકલયુક્ત પાણી હોજમાં નાખવાને કારણે આસપાસની જમીનને નુકસાન થયું હતું.

CID ક્રાઇમ

CID ક્રાઇમ અને રાજકોટ ઝોને ફરિયાદ નોંધી

મહત્વનું છે કે, પોતાના આર્થિક લાભ માટે અન્ય લોકોની માનવ જિંદગીને દાવ પર લગાડતા કેટલાક લોકો ખચકાતા નથી. ત્યારે આવા જ વધુ એક બનાવની CID ક્રાઇમ અને રાજકોટ ઝોને ફરિયાદ નોંધી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના હેડ કોન્સ. મનુભાઇ શકરાભાઇ દેસાઇએ અમદાવાદ જિલ્લાના ડાંગરવા ગામના પંકજ શના પટેલ અને મહેસાણા જિલ્લાના તંબોડી વાસના સાકીર સિદીક ઘાંચી સામે IPC 277, 278 અને 114 પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ 15 અને પાણી પ્રદૂષણ અધિનિયમની કલમ 24 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ