બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / china pneumonia new pandemic chinese school shut down warning alert after covid

એલર્ટ! / કોરોના બાદ હવે નવી મહામારીએ ચીનમાં માથું ઉચક્યું! બાળકોમાં તેજીથી ફેલાઈ રહી છે આ બીમારી, સ્કૂલોને તાળાં

Dinesh

Last Updated: 09:37 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે, ઉત્તર-પૂર્વમાં 500 માઈલ દૂર બેઈજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવામાં આવી રહ્યા છે

  • ચીન કોરોના બાદ ફરી એક બિમારીના ભરડામાં
  • શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે
  • ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો


કોરોના મહામારીની અસરોથી ઝઝૂમી રહેલા ચીનમાં હવે એક ફરી નવી બીમારી મોટા પાયે આવી ગઈ છે. દેશભરની ચીની શાળાઓમાં બીજી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. આ ચિંતાજનક સ્થિતિ કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. ઉત્તર-પૂર્વમાં 500 માઈલ દૂર બેઈજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ રહસ્યમય ન્યુમોનિયા ફાટી નીકળવાના કારણે મોટાભાગની શાળાઓ બંધ છે.

ન્યુમોનિયા ફાટી નીકળ્યો
આ રહસ્યમય ન્યુમોનિયાથી પ્રભાવિત બાળકોમાં ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. જો કે તે બાળકોમાં ઉધરસ અને ફ્લૂ, આરએસવી અને શ્વસન રોગો સંબંધિત અન્ય લક્ષણો જોવા મળતા નથી. ઓપન-એક્સેસ સર્વેલન્સ પ્લેટફોર્મ ProMedએ મંગળવારે અજાણ્યા ન્યુમોનિયાના ઉભરતા રોગચાળા વિશે ચેતવણી જારી કરી છે 

વૉકિંગ ન્યુમોનિયા તરીકે પણ ઓળખવામાં આવે
એક નિવેદન મુજબ આ રોગચાળો ફાટી નીકળવાની શરૂઆત ક્યારે થઈ તે સ્પષ્ટ થયું નથી, કારણ કે આટલા બધા બાળકોને આટલી ઝડપથી અસર થાય તે અસામાન્ય નથી. આ સિવાય રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શું આ બીજી મહામારી હોઈ શકે છે તે અનુમાન લગાવવું ખૂબ જ વહેલું છે. પરંતુ આપણે હજી પણ સાવચેતી રાખવી જોઈએ. તાઈવાની આઉટલેટ ન્યૂઝના અહેવાલ મુજબ કે આ રોગચાળો ફાટી નીકળવાના કારણે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બીમાર બાળકો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે માતાપિતાએ પ્રશ્ન કર્યો કે શું અધિકારીઓ રોગચાળાને છુપાવી રહ્યા છે. પરંતુ એવી શંકાઓ છે કે નવો રોગચાળો માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સાથે સંબંધિત હોઈ શકે છે, જેને વૉકિંગ ન્યુમોનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ચીનમાં કથિત રીતે વધી રહ્યો છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ