બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / China asked permission srilanka and maldives to conduct a survey in ocene

વિશ્વ / સમુદ્રી સર્વે પાછળ શું ચીનનો છે નાપાક ઇરાદો? ક્યાંક નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સત્ય તો નહીં થાય ને!

Vaidehi

Last Updated: 05:39 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીને સમુદ્રી સર્વે કરવા માટે શ્રીલંકા અને માલદીવ પાસે પોતાના જહાજ બંદરો પર ડોક કરવાની પરવાનગી માંગી છે. આ પહેલાં ચીન એક સર્વે તો 2 ડિસેમ્બરનાં પૂરું કરી ચૂક્યું છે.

  • ચીન સમુદ્રી સર્વે કરવાની તૈયારીમાં
  • શ્રીલંકા અને માલદીવ પાસે માંગી છે પરવાનગી
  • શું નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી થઈ જશે?

ફ્રાંસનાં ફેમસ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે 2024માં દુનિયા ' નૌસૈન્ય યુદ્ધ ' જોશે. લાલ શત્રુ ભયથી પીળો પડી જશે અને વિશાળ મહાસાગરને પણ ભયભીત કરી મૂકશે. આ લાલ રંગને ચીન સાથે જોડવામાં આવી રહ્યો છે કારણકે ચીનનાં ઝંડાનો રંગ પણ લાલ છે. હવે સવાલ ઊઠી રહ્યો છે કે શું ખરેખર નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી થઈ જશે? ચીનની હરકતોથી તો કંઈક આવું જ લાગી રહ્યું છે કારણકે ચીન સમુદ્રી વિસ્તારોનું સર્વે કરી રહ્યું છે. ચીનનો જહાજ Shi Yan 6 શ્રીલંકા તટનો સંપૂર્ણ સર્વે કર્યા બાદ 2 ડિસેમ્બરનાં રોજ સિંગાપોર પહોંચ્યો.

શું ચીન રમી રહ્યું છે નવી ચાલ?
હવે ચીનને નવું પગલું ભર્યું છે. તેણે વધુ એક સમુદ્રી સર્વે કરવા માટે માલદીવ અને શ્રીલંકા પાસે પોતાના જાહજોને બંદરગાહ પર ડોક કરવાની પરવાનગી માંગી છે. રિપોર્ટ અનુસાર ચીન 5 જાન્યુારી 2024 સુધી દક્ષિણ હિંદમહાસાગરનાં ઊંડા પાણીમાં જઈને સર્વે કરવા ઈચ્છે છે. આ માટે તે શ્રીલંકા અને માલદીવ પાસે પોતાના જહાજોને ડોક કરવાની પરવાનગી માંગી રહ્યું છે. સમુદ્રમાં ચીનની આ હરકત પર ભારતને શક છે.

સમુદ્રમાં કયો જહાજ મોકલશે ચીન? 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન સર્વે માટે જિયાંગ યાંગ હોંગ 03 જહાજનો ઉપયોગ કરશે. જે હાલમાં દક્ષિણ ચીન સાગરમાં જિયામેન તટ પર હાજર છે. જો શ્રીલંકા અને માલદીવ આ સર્વે માટે ચીનને પરવાનગી આપી દે છે તો ચીનનો જહાજ મલ્લકાનાં રસ્તે શ્રીલંકા અને માલદીવનાં તટ પર પહોંચશે. ભારત તો આ સર્વે માટે પહેલાથી જ આપત્તી દાખવી રહ્યું છે. ભારતે શ્રીલંકા અને માલદીવને પહેલાથી જ કહી દીધું છે કે ભવિષ્યમાં ચીનનાં કોઈપણ સૈન્ય અભિયાન માટે હિંગ મહાસાગરમાં જવાની પરવાનગી ન આપવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ