બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Children who digest the property of aged parents will improve

રાજકોટ / વયોવૃદ્ધ માતા-પિતાની મિલકત પચાવનારા સંતાનો સુધરી જજો નહીં તો..., ડે. કલેક્ટરે આપ્યો એવો આદેશ કે જાણીને કહેશો શાબાશ

Priyakant

Last Updated: 03:25 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુત્રએ ઘરેથી કાઢી મૂક્યા બાદ રખડતું અને ઓશિયાળું જીવન જીવતા વૃધ્ધ માતાએ ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીમાં પુત્ર વિરુદ્ધ કરી હતી અરજી

  • વૃદ્ધ માતાપિતાની મિલકત પચાવી પાડતા સંતાનો સામે તંત્રની લાલઆંખ
  • રાજકોટના વૃદ્ધાને ખંઢેરીનું મકાન પરત આપવાનું ઠરાવતા પ્રાંત અધિકારી
  • માતાને પ્રતિમાસ રૂ.8 હજાર ભરણપોષણ ચૂકવવાનો પણ આદેશ
  • એક વર્ષથી ભટકતું અને ઓશિયાળુ જીવન જીવતા માતાને રાહત
  • સિનિયર સીટીઝન ભરણપોષણ કાયદા 2007 અંતર્ગત કર્યો આદેશ

ગુજરાતના લોકો માટે ચેતવા જેવો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, વૃદ્ધ મહિલાને તેમના દીકરાએ ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આ તરફ પુત્રએ ઘરેથી કાઢી મૂક્યા બાદ રખડતું અને ઓશિયાળું જીવન જીવતા વૃધ્ધ માતાએ ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીમાં પુત્ર વિરુદ્ધ અરજી કરી હતી. જે બાદમાં હવે ગ્રામ્ય પ્રાંત અધિકારીએ સંપત્તિ ફરી વૃદ્ધ માતાને નામે કરી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. 

રાજકોટના ખંઢેરી ગામના રાઈબેન સોનારા નામના વૃદ્ધ મહિલાએ પુત્ર સામે અરજી કરી હતી. વિગતો મુજબ ખંઢેરી ગામે કાનાભાઈ આહીરનો પુત્ર ગામમાં મકાન અને 5 એકરથી વધુ જમીન ધરાવે છે. માતા રાઈબેન કાનાભાઈ સોનારા વિધવા હોઇ તેમને પુત્રનો જ સહારો હતો. જેથી રાઈબેન સોનારાએ તેમના નામે રહેલી 5 એકરથી વધુની જમીનમાંથી હક્ક જતો કરી પુત્રના નામે કરી હતી. 

જમીન મળતા જ પુત્રએ અસલી રંગ બતાવ્યો 
આ તરફ પુત્રને માતાની જમીન માંળી ગયા બાદ તે માતાને સરખી રીતે બોલાવતો ન હતો. આ સાથે મકાન વેચી નાખવા માટે થઈ માતાને ઘરેથી કાઢી મૂક્યા બાદ વૃદ્ધાએ ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીમાં અરજી કરી હતી. આ તરફ પ્રાંત અધિકારીએ આ મામલે સુનાવણી કરતાં સિનિયર સીટીઝન ભરણપોષણ કાયદા 2007 અંતર્ગત  પ્રાંત અધિકારી કલમ 23(1) હેઠળ ચુકાદો આપવામાં આવ્યો હતો કે, વિધવા વૃદ્ધાને મકાન અને 5 એકર જમીન પરત આપવા અને માતાને પ્રતિમાસ 8 હજાર ભરણ પોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. 

એક વર્ષથી ઓશિયાળુ જીવન જીવતા હતા માતા 
રાજકોટની ઘટનામાં આ વૃધ્ધ મહિલા છેલ્લા 1 વર્ષથી પુત્રએ ઘરેથી કાઢી મૂક્યા બાદ રખડતું અને ઓશિયાળું જીવન વિતાવતા હતા. આ સાથે પોતાની દીકરીઓને પણ ત્યાં તેઓ જતાં હતા. મહત્વનું છે કે, છેલ્લે વૃધ્ધ મહિલાએ રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરીમાં અરજી કર્યા બાદ પ્રાંત અધિકારીએ મોટો ચુકાદો આપ્યો છે. 

વૃધ્ધાના પુત્ર વિક્રમ સોનારાએ શું કહ્યું ? 
રાજકોટ વયોવૃદ્ધ માતાની જમીન અને મકાન પરત સોંપવાનો મામલે હવે પુત્ર વિક્રમ સોનારાનું નિવેદન સામે આવ્યું છે. વિક્રમ સોનારાએ કહ્યું હતું કે, માતા અને પુત્રવધુ સાથે બોલાચાલી થતા માતા જતા રહ્યા હતા. મેં મારી માતાને 7 લાખ ખોરાકીના આપ્યા હતા. મારા માતાને રૂપિયા જ જોઈતા હતા. આ સાથે તેમણે પોતાની માતા ઉપર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મારા પર 3 થી 4 વખત હુમલો પણ કરાવ્યો છે. આ સાથે કહ્યું કે, પ્રાંત અધિકારીના હુકમ સામે કાયદાકીય લડત લડીશ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ