બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Child drowns in river while playing on Ahmedabad riverfront, parents jump to rescue, 3 rescued

રેસ્ક્યું / અમદાવાદ રિવરફ્રંટ પર રમતા રમતા બાળક નદીમાં ડૂબ્યું, બચાવવા કૂદ્યાં માતા-પિતા, 3ને બચાવી લેવાયા

Vishal Khamar

Last Updated: 08:09 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રિવરફ્રન્ટ પર રમતા રમતા બાળક નદીમાં પડી ગયો હતો. જે અંગેની જાણ રિવરફ્રન્ટ પર ફરજ બજાવતા વેસ્ટ પોલીસનાં જવાનને થતા તેઓએ તાત્કાલિક બોટ બોલાવીને પરિવારનું રેસ્ક્યું કર્યું હતું.

  • અમદાવાદ રિવરફ્રંટ પર રમતા રમતા બાળક નદીમાં ડૂબ્યુ
  • જુહાપુરા વિસ્તારમાં રહેતો પરિવાર રિવરફ્રન્ટ ફરવા આવ્યો હતો
  • બાળકને બચાવવા જતા માતા-પિતા પણ નદીમાં ડૂબ્યા

અમદાવાદ રિવરફ્રન્ટ પર રમતા રમતા બાળક નદીમાં ડૂબ્યું હતું. ત્યારે જુહાપુરામાં રહેતો પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. ત્યારે બાળકને બચાવવા જતા માતા-પિતા પણ નદીમાં ડૂબ્યા હતા. સરદાર બ્રિજ નીચે રિવરફ્રન્ટની બેઠક નજીક ઘટના બની હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ જવાને આ પરિવારને બચાવ્યો હતો. પોલીસની PCR  વાનના 2 કર્મીઓએ પરિવારનું રેસ્ક્યું કર્યુ હતું. રિવરફ્રન્ટની બોટ તાત્કાલિક બોલાવીને પરિવારને બહાર કાઢ્યો હતો.

રમતા રમતા બાળક અચાનક જ નદીમાં પડ્યો
અમદાવાદ રિવરફ્રન્ટ પર લોકોને હરવા ફરવા માટેનું રમણીય સ્થળ છે. ત્યારે હાલમાં વેકેશન ચાલી રહ્યું હોઈ પરિવારજનો પોતાનાં બાળક સાથે હરવા ફરવા માટે રિવરફ્રન્ટ પર આવતા હોય છે.  રિવરફ્રન્ટ પર હરવા ફરવા આવતા લોકોએ કાળજી રાખવારૂપ ઘટના બની છે. જેમાં જુહાપુરા વિસ્તારમાં અંબર ટાવરમાં રહેતો એક પરિવાર બાળક સાથે હરવા ફરવા આવ્યો હતો. તે સમયે અચાનક જ બાળક રમતા રમતા રિવરફ્રન્ટની પાળી પરથી નદીમાં પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ