બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / chief mohan bhagwat supports reservation of scheduled caste scheduled tribes

પ્રતિક્રિયા / જ્યાં સુધી સમાનતા ન આવે ત્યાં સુધી અનામત રહેવું જ જોઈએ: સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન

Kishor

Last Updated: 09:50 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ" તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરમાં નિવેદન આપ્યું હતું.

  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતનું નિવેદન
  • જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ
  • આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુરમાં આપ્યું નિવેદન

અનામતને લઈને મોહન ભાગવતે આજે બુધવારે મોટું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામતનો અમલ રાખવો જોઈએ. આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુર ખાતે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે સામાજિક વ્યવસ્થામાં આપણે આપણા બંધુઓને પાછળ છોડી દીધા છે. આપણે તેમની કાળજી લીધી ન હતી. આવું 2000 વર્ષ સુધી ચાલતું રહ્યું. જ્યાં સુધી કાંઈક વિશેષ અધિકાર તો હોવા જ જોઈએ. અનામત તેમાંથી એક છે. જેથી અનામત ચાલુ રાખવી જોઈએ.

ભારત હિંદુ રાષ્ટ્ર છે, જે ભારત ભૂમિની ભક્તિ કરે છે તે હિંદુ : મોહન ભાગવત |  rss chief mohan bhagwat india is hindu nation

અનામતને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ

પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું કે જ્યાં સુધી આવો ભેદભાવ ચાલુ રહેશે. ત્યાં સુધી અમે RSS બંધારણમાં આપવામાં આવેલી અનામતને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે ભેદભાવ દેખાતો ભલે ન હોય પણ અંદર ખાને તે સમાજને કોરી ખાય છે. આ માત્ર નાણાકીય અથવા રાજકીય સમાનતા માટે જ નહીં પણ  સન્માન આપવા માટે પણ જરૂરી છે. 

ઓબીસી સહિતના અન્ય પછાત વર્ગને પણ અનામત મળી રહી છે

સમાજના કેટલાક વર્ગોએ 2000 વર્ષથી સમસ્યાઓનો સામનો કર્યો છે, તો પછી જેણે ભેદભાવનો નથી ભોગવ્યો તેવા લોકો બીજા 200 વર્ષ સુધી કેટલીક સમસ્યાઓનો સામનો કેમ ન કરી શકીએ? બંધારણ મુજબ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને જાતિના આધારે અનામત મળે છે. મંડલ આયોગની ભલામણોને પગલે ઓબીસી સહિતના અન્ય પછાત વર્ગને પણ અનામત મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ